રથયાત્રા: સરકારે ધર્મગુરુઓ સાથે ચર્ચા કરતા જાહેરહિતને ધ્યાનમાં રાખીને નિણર્ય લેવાની જરૂર હતી- હાઈકોર્ટ - રથયાત્રા અંગે હાઇકોર્ટ રાજ્ય સરકારની જાટક્યા
કોરોના મહામારીને લીધે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં 143મી રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જોકે ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પરદીવાલાની ડિવિઝન બેંચે નિર્ણય લેવામાં વિલંબ મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે રાજ્ય સરકારે ધર્મગુરુઓ સાથે ચર્ચા કરતા સિવાય જાહેરહિતને ધ્યાનમાં રાખીને નિણર્ય લેવાની જરૂર હતી.
અમદાવાદ: હાઈકોર્ટે નોંધ્યું કે જાહેરહિતનું ધ્યાન રાખી રાજ્ય સરકારે પોતે જ રથયાત્રાની પરવાનગી રદ કરવાની જરૂર હતી. આ સમય ધર્મગુરુને સમજાવવનો નહિ પરંતુ જાહેરહિતને ધ્યાનમાં રાખવાનો હતો. સરકારે કોઈ નિણર્ય ન લેતા કેસ કોર્ટ પહોંચ્યો હતો. જોકે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે રથયાત્રા કાઢવાનું રદ કરી દીધું હતું.
હાઇકોર્ટએ મહત્વનો આદેશ આપતા કહ્યું કે રથને મંદિરની બહાર જવાની છૂટ આપી શકાય નહિ. હાઈકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થનું ધ્યાન રાખે તેમની તમામ માંગ માની શકાય નહિ. અગાઉ ગુજરાત હાઈકોર્ટે હિન્દૂ યુવા વહિણીની ભગવાનના ત્રણ રથને મંદિરની બહાર કાઢી સૌથી નાના રૂટ પર લોકોની હાજરી વગર રથયાત્રા કાઢવાની માંગ સાથે દાખલ કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
હિન્દુ યુવા વાહિની દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે અમદાવાદમાં કરફ્યુ જેવી સ્થિતિ વચ્ચે પણ પાછલા 142 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા કરવામાં આવી રહી છે ત્યારે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખીને કોર્ટ ભગવાન જગન્નાથના ત્રણ રથને મંદિર બહાર કાઢી સૌથી નાના રૂટથી લોકોની હાજરી વગર રથયાત્રા કાઢવાની પરવાનગી આપે. રથયાત્રા કાઢવામાં નહીં આવે તો બંધારણના અનુચ્છેદ ૨૫ કે જેમાં ધાર્મિક લાગણીની વાત કરવામાં આવી છે તેનું ઉલ્લંઘન થશે.
હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે આખા વર્ષ શ્રદ્ધાળુ વિડિયો મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે છે ત્યારે અષાઢી બીજના દિવસે ભગવાન પોતે બહાર નીકળી નગર ચર્ચા કરે છે જેથી કરીને શ્રદ્ધાળુઓની લાગણીને માન આપી કોર્ટ ત્રણ રથને મંદિર બહાર કાઢવાની મંજૂરી આપે. રથ યાત્રા માત્ર ધાર્મિક તહેવાર નહીં પરંતુ કોમી એકતાની મિશાલ પણ છે જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ચાંદીના રથ આપવામાં આવ્યો હતો.
Conclusion:નોંધનીય છે કે 20મી જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટે કોરોના ની વર્તમાન પરિસ્થિતિ અને સુપ્રીમ કોર્ટના પુરી જગન્નાથ મંદિરના ચુકાદાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ લાદ્યો હતો. વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી દ્વારા સૌપ્રથમ વખત રથયાત્રા કાઢવામાં આવી હતી.