ગુજરાત

gujarat

ETV Bharat / state

Rathyatra 2023: રથયાત્રામાં પહેલીવાર થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો ઉપયોગ, સાયબર સેફ મિશન અંતર્ગત થયા MOU - હર્ષ સંઘવી

સમયની સાથે સાયબર ક્રાઈમમાં પણ વધારો થયો છે. ત્યારે આવનારા સમયમાં સાયબર ફ્રોડમાં વધારો થશે જેને ધ્યાને રાખીને અમદાવાદ શહેર પોલીસ તેમજ અનંત નેશનલ યુનિવર્સિટી વચ્ચે સાયબર સેફ મિશન અંતર્ગત MOU થયા હતા. ગૃહ રાજ્ય હર્ષ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

રથયાત્રામાં પહેલીવાર થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો ઉપયોગ, સાયબર સેફ મિશન અંતર્ગત થયા MOU
રથયાત્રામાં પહેલીવાર થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો ઉપયોગ, સાયબર સેફ મિશન અંતર્ગત થયા MOU

By

Published : Mar 16, 2023, 4:20 PM IST

Updated : Mar 16, 2023, 4:50 PM IST

1

અમદાવાદ: સાયબર ફ્રોડથી લોકોને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. હવે અમદાવાદ શહેર પોલીસ આવનારા ભવિષ્યમાં થનારા સાયબર ફ્રોડ અને સાયબર બુલિંગને કઈ રીતે અટકાવી શકાય તે દિશામાં આગળ વધવા માટે ખાસ MOU અનંત યુનિવર્સિટી સાથે કરવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડને કઈ રીતે અટકાવી શકાય તેવા આશયથી અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની અને હાઈટેક લેબની મદદ લેવામાં આવશે.

સાયબર સેફ હેકેથોન લોન્ચ:મણિપુરમાં આવેલી અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સાયબર સેફ હેકેથોન પણ લોન્ચ કરી હતી. જેમાં પ્રોબ્લમ સોલવિંગ એપ્રોચ સાથે વિદ્યાર્થીઓ સાયબર ક્રાઈમ સામે પોલીસની મદદ કરી શકશે. આ ખાસ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સહિત સાયબર ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક IPS અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:Vadodara Crime : સાવધાન, આધારકાર્ડ ફિંગરપ્રિન્ટની કોપી બનાવી છેતરપીંડી કરનારા શખ્સો ઝડપાયા

" આવનારા સમયમાં સાયબર ક્રાઈમ અન્ય ગુનાઓ કરતા વધી જશે. જેને અટકાવવા માટે આ પોલીસ અને યુનિવર્સિટી વચ્ચે થયેલા MOU કામ કરશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની મદદથી સાયબર ક્રાઈમને કેવી રીતે અટકાવી શકાય તે આવનારા દિવસોમાં જોવા મળશે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં આસ્થા અને વ્યવસ્થાની સાથે આ વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો પણ ઉપયોગ કરવા માટે હું અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આમંત્રિત કરું છું. " - હર્ષ સંઘવી, ગૃહ રાજ્યપ્રધાન

આ પણ વાંચો:Ahmedabad Crime : બંટી બબલીએ ભેગા મળી વિધવા મહિલાના પરિવાર પાસે લાખો રૂપિયા પડાવી રફુચક્કર

સાયબર અવેરનેસથી લઈને સાયબર સિક્યુરિટી: ભારતનું પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેંશન યુનિટ આશ્વસ્થ ગાંધીનગરમાં ઘણા સમયથી કાર્યરત છે. જેમાં સાયબર ઠગાઈનો શિકાર બનેલા લોકોમાંથી હેલ્પલાઇન પર ફોન કરનાર અનેક લોકોના પૈસા પણ તેઓને પરત અપાવવામાં મદદ કરાઈ છે. આ MOU કરવાથી હવે સાયબર અવેરનેસથી લઈને સાયબર સિક્યુરિટી સહિતની તમામ બાબતો પર સાયબર ક્રાઈમ યુનિટ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કામ કરશે.

Last Updated : Mar 16, 2023, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details