અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક અસ્થિર મગજની યુવતી ઘરમાં એકલી હતી, ત્યારે એકલતાનો લાભ લઈ આ નરાધમે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અજય રામસિંગની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી હતી. આ તરફ પોલીસે યુવતીના પરિવારજનની ફરિયાદ લઈ યુવતીનું મેડિકલ પરિક્ષણ કરાવી આગળની વધુ તપાસ શરુ કરી છે.
અમદાવાદમાં અસ્થિર મગજની યુવતીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યુ - અસ્થિત મગજની યુવતી સાથે દુષ્કર્મ
અમદાવાદઃ ઈસનપુર વિસ્તારમાં અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. પડોશમાં રહેતા નરાધમ યુવક અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કૃત્ય કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
![અમદાવાદમાં અસ્થિર મગજની યુવતીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4919615-thumbnail-3x2-dushkarm.jpg)
અમદાવાદમાં અસ્થિર મગજની યુવતીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ
અમદાવાદમાં અસ્થિર મગજની યુવતીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ
આ અંગે જે. ડિવિઝનના ACP રાજપાલ રાણાએ જણાવ્યું હતું કે, યુવતી અસ્થિર મગજની હતી જેથી આરોપીએ એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જોકે, પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરી હતી.