અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વન-ડે શ્રેણી બાદ રણજી ટ્રોફી (Ranji Trophy 2022)મેચ રમાવાની શરૂઆત થઈ છે. આ માટે રણજી ટ્રોફીની (Ranji Trophy)38 ટીમોમાંથી ચાર ટીમ અમદાવાદ પહોંચી છે.
મહારાજા રણજીતસિંહના નામે ફસ્ટકલાસ ક્રિકેટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(Narendra Modi Cricket Stadium) પર 17 ફેબ્રુઆરીથી લઈને 6 માર્ચ સુધી ચાર ટીમો વચ્ચે રણજી ટ્રોફીની(Ranji Trophy) કુલ 06 મેચ રમાશે. કાઠિયાવાડ પ્રિન્સલી સ્ટેટના મહારાજા અને મહાન ક્રિકેટરજામ રણજીતસિંહના નામે આ ટ્રોફી રમાય છે. સામાન્યત આ ચાર દિવસીય ટેસ્ટ મેચ જ હોય છે. આ મેચમાં લાલ દડાનો ઉપયોગ કરવામાં આવે છે. રણજી ટ્રોફીને ભારતીય ક્રિકેટમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કહે છે.
આ પણ વાંચોઃવિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતાઓ