ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: દાળવડા વેચીને ગુજરાન ચલાવતા રણછોડભાઈએ ફેલાવી માનવતાની મહેક, રક્તદાન કરીને પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ

અમદાવાદ વીએસ હોસ્પિટલની સામે દાળવડાની લારી ચલાવતા રણછોડભાઈએ અત્યાર સુધી પોતાના જીવનના સમયગાળામાં 64 વખત રક્તદાન કરી ચૂક્યા છે. તેમણે 1992માં 18 વર્ષની ઉંમરે પ્રથમ વખત રક્તદાન કર્યું છે. તે કોઈપણ ધર્મ, જાતિ, જ્ઞાતિ જોયા વિના નિ:સ્વાર્થ ભાવે જરૂરિયાત લોકોને લોહી આપી રહ્યા છે.

ranchodbhai-donated-blood-63-times-in-his-lifetime-first-donated-blood-in-1992-at-the-age-of-18
ranchodbhai-donated-blood-63-times-in-his-lifetime-first-donated-blood-in-1992-at-the-age-of-18

By

Published : Jul 26, 2023, 8:44 PM IST

રણછોડભાઈએ ફેલાવી માનવતાની મહેક

અમદાવાદ:હૃદયમાં પરોપકારની ભાવના હોય તો પૈસાદાર હોવું જરૂરી નથી. અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને ફક્ત 5 જ ધોરણ ભણેલા રણછોડ ભાઈ અમદાવાદ વીએસ હોસ્પિટલની સામે દાળવડાની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓએ અત્યાર સુધીમાં 64 થી પણ વધુ લોકોને રક્તદાન કર્યું છે. તેમના આ કાર્યથી અનેક લોકોને મદદ મળી છે.

રક્તદાન કરીને પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ

પ્રથમ વખત રક્તદાન:રણછોડભાઈએ ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેમણે પોતાના જીવનમાં સૌથી પહેલા 18 વર્ષની ઉંમરે 1992માં રક્તદાન કર્યું હતું. તે વી.એસ.હોસ્પિટલની સામે દાળવડાની લારી ચલાવી રહ્યા હતા. એક દિવસ તે દાળવડા બનાવી રહ્યા હતા તે સમયે દૂર ગામડાથી આવેલ એક ગરીબ દર્દી જેના છોકરાને વી.એસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શરીરમાં લોહી ઓછું થઈ જતા તેને બે બોટલ લોહીની જરૂર ઊભી થઈ હતી. કોઈ સબંધી તાત્કાલિક ન આવી શકતા તેમને લોહી આપ્યું હતું.

રક્તદાનનો સંકલ્પ: ગામડાથી આવેલ એક ગરીબ દર્દીને રક્ત મળ્યું તે પહેલા દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક દિવસ અચાનક તે સવારમાં નાસ્તો કરવા માટે તે દર્દી રણછોડભાઈની લારીએ નાસ્તો કરવા પહોંચ્યો હતો. તેમની વ્યથા રણછોડભાઈને સંભળાવતા રણછોડભાઈએ લોહી આપ્યું અને દીકરાનો જીવ બચી ગયો હતો. આ ઘટના બાદ તેમને નક્કી કર્યું કે જયારે પણ લોહીની જરૂર પડશે ત્યારે લોહી આપશે.

રક્તદાન કરવાથી થાય છે ફાયદો: રણછોડભાઈનું માનવું છે કે જરૂરિયાત હોય ત્યારે કે બે ત્રણ મહિને જો આપણે લોહી કોઈને આપીએ તો આપણા શરીરમાં રોગ થતા નથી. શરીરને નવું લોહી પણ પ્રાપ્ત થાય છે કોઈ વ્યક્તિને લોહી આપ્યા બાદ આપણા શરીરની અંદર 72 કલાકમાં જ નવું લોહી બની જાય છે. આપણા શરીરમાં લોહી પાતળું થતું નથી. જેના કારણે અનેક રોગોથી લાભ મળે છે અને ખાસ કરીને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ ઓછું થાય છે.

  1. Womens Day 2023: ભૂલકાઓ લખતા-વાંચતા શીખે એ પહેલા શ્લોક શીખવે છે આ મહિલા
  2. Rakshabandhan 2023 : ખુશીઓનું સરનામું! દિવ્યાંગ બાળકો સમાજ સાથે ખભેથી ખભો મિલાવી રહ્યા છે રાખડી બનાવીને

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details