અમદાવાદ રામચરિત માનસ એ હિંદુઓનો પવિત્ર ગ્રંથ ગણાય છે, અને રામના જીવન કવનને પોતાના જીવનમાં ઉતારીને ભક્તિ કરે છે અને રામ જેવું જીવન જીવવા માટે અને તેમના સદગુણોના પગલે ચાલે છે. રાજકારણીઓ અને દેશની પ્રજા રામ રાજ્યની કલ્પના કરે છે, અને રામ રાજ્ય જેવું રાજ કરવાનો પ્રયત્ન કરે છે અને રામ રાજ્યમાં પ્રજા સુખી અને સંતોષી હતી, તેવી રીતે પ્રજા પણ રાજકારણીઓ પાસે અપેક્ષા રાખે છે. રામચરિત માનસ પર હિન્દુ સમાજને સૌથી મોટી આસ્થા રહેલી છે. રામચરિત માનસની પૂજા થાય છે.
રામચરિત માનસ મહાકાવ્ય છે રામચરિત માનસએ 15મી શતાબ્દીમાં કવિ ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલું મહાકાવ્ય છે. તુલસીદાસે રામચરિત માનસના બાલકાણ્ડમાં લખ્યું છે કે એમણે રામચરિત માનસની રચનાનો આરંભ અયોધ્યામાં વિક્રમ સંવત 1631 એટલે કે ઈ.સ. 1574ની રામનવમીના દિવસે કર્યો હતો. ગોરખપુરના ગીતાપ્રેસના કહેવા અનુસાર રામચરિત માનસ લખવામાં તુલસીદાસને 2 વર્ષ 7 મહિના અને 26 દિવસનો સમય લાગ્યો હતો. અને તેમણે આ રચના સંવત 1633 (ઈ.સ. 1576)માં માર્ગશીર્ષ શુકલપક્ષના રામવિવાહના દિવસે પુરી કરી હતી. આ મહાકાવ્યની ભાષા અવધી એ હિંદીની એક શાખા છે.
આ પણ વાંચો Ramcharitmanas Controversy: રામચરિત માનસના વિવાદાસ્પદ નિવેદન પર શિક્ષા પ્રધાન અડગ
રામ મર્યાદા પુરષોત્તમ કહેવાયા છે રામચરિત માનસને હિંદી સાહિત્યની એક મહાન કૃતિ મનાય છે. રામચરિત માનસને સામાન્ય રીતે તુલસીકૃત રામાયણ અથવા તુલસી રામાયણ કહેવાય છે. રામચરિત માનસમાં રામને ભગવાન વિષ્ણુનો અવતાર છે. અને તેમણે માનવ દેહ ધારણ કરીને પૃથ્વી લોકને સદગુણો, માનવ જીવન જીવવાની રીત, મર્યાદા અને ભક્તિનો પાઠ આપ્યો છે. આથી જ રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે.