અમદાવાદ : સરકારે રજૂ કરેલા નવા કૃષિ કાયદાનો સમગ્ર ભરતમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સાણંદમાં કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. જે બાદ પોલીસે કોંગ્રેસના 33 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જે કારણે કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશન ખાતે રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
સાણંદ કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ કાયદાનો વિરોધ, કાર્યકર્તાઓની અટકાયત કરાતા પોલીસ મથકમાં જ રામધૂન કરી વિરોધ કર્યો - પોલીસ સ્ટેશનમાં જ રામધૂન
સમગ્ર ભરતમાં નવા કૃષિ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. આ અંતર્ગત સાણંદ કોંગ્રેસ સમિતિ દ્વારા નવા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં સાણંદ પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જે કારણે કોંગી કાર્યકરોએ પોલીસ મથકમાં જ રામધૂન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
Ramadhun at Sanand police station
સાણંદ ગઢીયા ચાર રસ્તા ખાતે કોંગ્રેસના આગેવાનોએ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા કૃષિ કાયદાને રદ્દ કરવા તેમજ શાળા કોલેજની સંપૂર્ણ ફી માફી માટે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવા જઈ રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. જે બાદ સાણંદ પોલીસે 33 કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ આ રેલીની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી સાણંદ પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.