અમદાવાદઃરામ મંદિરના પૂજારી મોહિત પાંડે વિરુદ્ધ બદનામી ફેલાવતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ મુદ્દે વિવાદ વકર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સત્વરે આરોપીને ઝડપી લીધો છે. જો કે આરોપીને ઝડપી લીધા બાદ ગુજરાતનું રાજકારણ વધુ ગરમાયું છે. આરોપી પોતાની જાતને કૉંગ્રેસી નેતા ગણાવી રહ્યો છે.
રામ મંદિર પૂજારી વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ વાયરલ કરનારની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી
તાજેતરમાં રામ મંદિરના પૂજારી વિરુદ્ધ એક અશ્લીલ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ મુદ્દે વિવાદ વકરતા સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ. Ram Mandir Poojari Fake Post Viral One Arrested
Published : Dec 12, 2023, 7:06 PM IST
પોલીસે ઝડપી લીધોઃ રામ મંદિરના પૂજારી મોહિત પાંડે વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ વાયરલ કરવાના ગુનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ કરી લીધી છે. આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જઈને તેની વધુ પુછપરછ હાથ ધરાઈ હતી. જેમાં તેણે પોતે કૉંગ્રેસી નેતા હોવાનો ખુલાસો કર્યો હતો. આ ખુલાસા બાદ ગુજરાતનું રાજકારણ વધુ ગરમાયું છે. હિતેન્દ્ર પીઠડીયાએ રામ મંદિરના મુખ્ય પૂજારી તરીકે ઘોષિત થયેલા મોહિત પાંડેને બદનામ કરવા માટે આ એડિટેડ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વાંધાજનક વીડિયો નીચે હિતેન્દ્રએ લખ્યું હતું કે આ રામ મંદિરના ઘોષિત થયેલા પૂજારી મોહિત પાંડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વકર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે શહેરના વેજલપુર વિસ્તારમાંથી આરોપી હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ કરી હતી.
અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી મોહિત પાંડે વિરુદ્ધ એડિટેડ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર હિતેન્દ્ર પીઠડીયાની અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલ તેના પર ઈન્ડિયન પીનલ કોડની 469, 509, 295એ અને આઈટી એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી પોતાને કૉંગ્રેસી નેતા ગણાવે છે અને તેણે પોલિટિકલ માઈલેજ મેળવવા માટે આ હરકત કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે...અજિત રાજીયન(DCP, સાયબર ક્રાઈમ, અમદાવાદ)