ગુજરાત

gujarat

ETV Bharat / state

Rakshabandhan 2023 : ગુજરાત રાજ્યના પોલીસવડા અને અમદાવાદ પોલીસ કમિશનરને શી ટીમે રાખડી બાંધી ઉજવી રક્ષાબંધન - પોલીસ બેડાના વિવિધ વિભાગો

આજે રક્ષાબંધન પર્વની ઉજવણીમાં નાગરિકો શાંતિથી ઉજવણી કરી રહ્યાં છે. આ જેમને આભારી હોય છે તેવા પોલીસ બેડાના વિવિધ વિભાગોના કર્મચારીગણ જેમાં શી ટીમ મહિલાઓ પણ છે. તેઓ ફરજ પર હાજર હોવાથી પોલીસ અધિકારીઓને રાખડી બાંધી ઉજવણી કરી હતી.

Rakshabandhan 2023 : ગુજરાત રાજ્યના પોલીસવડા અને અમદાવાદ પોલીસ કમિશનરને શી ટીમે રાખડી બાંધી ઉજવી રક્ષાબંધન
Rakshabandhan 2023 : ગુજરાત રાજ્યના પોલીસવડા અને અમદાવાદ પોલીસ કમિશનરને શી ટીમે રાખડી બાંધી ઉજવી રક્ષાબંધન

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 7:09 PM IST

રક્ષાબંધન પર્વે સામાજિક ફરજનું દર્શન

અમદાવાદ : અમદાવાદ સહિત દેશભરમાં આજે ભાઈ બહેનના સંબંધોના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા દિવસ રાત શહેરના શહેરીજનોની રક્ષા માટે ફરજ બજાવે છે. જેથી આજના આ પવિત્ર દિવસે ગુજરાત રાજ્ય પોલીસ વડા તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને શહેર પોલીસની શી ટીમ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સાથે

શી ટીમ દ્વારા રાખડી બાંધવામાં આવી : અમદાવાદ શહેરમાં વસ્તી લાખો લોકોની સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે, તેવા અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક અને ગુજરાત રાજ્યના લોકોની સલામતીની જવાબદારી જેવોના શિરે છે, તેવા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને અમદાવાદ શહેર પોલીસની શી ટીમ દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણીના અન્વયે રાખડી બાંધી હતી.

ડીજીપી વિકાસ સહાયને રાખડી બાંધી

સુરક્ષાની ફરજ : મહત્વનું છે કે સિનિયર આઇપીએસ અધિકારીઓ અને તેઓની સાથે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ હર હંમેશ શહેરીજનોની રક્ષા માટે ફરજ બજાવતા હોય છે. રક્ષાબંધનના દિવસે બહેનની રક્ષાનું વચન ભાઈ દ્વારા આપવામાં આવતું હોય છે અને બહેન ભાઈની રક્ષા માટે તેને રાખડી બાંધે છે. જ્યારે પોલીસકર્મી ભાઈબહેનો દ્વારા હંમેશા સુરક્ષાની ફરજ પર હોય છે.

ફરજ પર હાજર રહેતાં પોલીસ કર્મચારીઓ : અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા અનેક પોલીસ કર્મચારીઓ ફરજના ભાગરૂપે ઘણીવાર તહેવારો પોતાના પરિવારજનો સાથે ઉજવી શકતા નથી અને જે પોલીસ કર્મચારીઓની બહેનો અન્ય જિલ્લામાં હોય તેવા માતો રક્ષાબંધનના દિવસે તેઓને ફરજ નિભાવવાની હોવાથી બહેન પાસે જઈ શકતા ન હોય ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ અને શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા પોલીસ કર્મચારીઓને રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે રાખડી બાંધવામાં આવે છે. કોઈપણ ભાઈનો હાથ રક્ષાબંધનના દિવસે ખાલી ન રહી જાય તે બાબતનું ખાસ ધ્યાન શહેરીજનો દ્વારા પણ રાખવામાં આવે છે, તેવામાં શહેર પોલીસની શી ટીમ દ્વારા શહેરમાં વસવાટ કરતા વૃદ્ધો અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી આ દિવસની ઉજવણી કરાઈ હતી.

  1. Rakshabandhan 2023 : ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી, વૃદ્ધાશ્રમમાં જઇ રાખડી બંધાવી
  2. Rakshabandhan 2023 : સાબરમતી સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી, કેદીઓને બહેનોએ બાંધી રાખડી
  3. Raksha Bandhan 2023: કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે નાગાલેન્ડમાં સેનાના જવાનોને રાખડી બાંધીને દીર્ઘાયુ માટે કામના કરી

ABOUT THE AUTHOR

...view details