અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં (Azadi Amrit Mohotsav)ઉજવણી ચાલી રહી છે. ઠેર ઠેર શૂરવીરોને યાદ કરવામાં આવે છે. તેમજ રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ લોકોમાં એક જુસ્સા સાથે જોવા મળે છે. અમદાવાદની સાધના વિનય મંદિર સ્કૂલના (Sadhana Vinay Mandir School)વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરોની થીમ પર 400 ફૂટ લાંબી રાખડી (400 feet long rakhi the theme heroes) તૈયાર કરી છે.
આ પણ વાંચોઃRaksha Bandhan 2022 : 'સ્પેશિયલ' રાખડીઓ કચ્છ બોર્ડર પર કરશે દેશના સપૂતોની રક્ષા
વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગે -શિક્ષક જગદીશ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગે અને એ દેશ માટે આગળ જઈને કંઈક કરે તે હેતુથી આ રાખડી તૈયાર કરવામાં આવી છે. જ્યારે રાખડીમાં 75 શૂરવીરોના ફોટા (Photos of 75 heroes in Rakhi)અને તેમના નામ થર્મોકોલની શીટ પર લગાવવામાં આવ્યા છે. દર વર્ષે જુદી જુદી દેશભક્તિની થીમ પર આવી રાખડી તૈયાર કરવામા આવે છે. જ્યારે રાખડીમાં ગુંદર, લેસ, થર્મોકોલ જેવી સામગ્રી વાપરવામાં આવી છે. જ્યારે 20 જેટલા દિવસમાં રાખડી તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચોઃહવે બજારમાં આવી 'મેડ ઈન ઇન્ડિયા' વૈદિક રાખડી, કઈ રીતે થશે ઉપયોગી, જાણો
રાખડીમાં સ્વાતંત્રતા સંગ્રામના શૂરવીરોના ફોટા -વિદ્યાર્થી જાનવી દેસાઈએ જણાવ્યું કે અમે 15 દિવસથી વધુ સમય રાખડી તૈયાર કરવામાં થયો છે. તેમજ શિક્ષકોના માર્ગદર્શન મુજબ અમે રાખડી બનાવી છે. ત્યારે દેશભક્તિના જુસ્સા સાથે અમને રાખડી બનાવવામાં મજા આવતી હતી. રાખડીમાં સ્વાતંત્રતા સંગ્રામના શૂરવીરોના ફોટા તેમજ તેમની શું ભૂમિકા રહી હતી તે અંગે વિદ્યાર્થીઓને પણ સ્કૂલ દ્વારા સમજાવવામાં આવ્યું હતું. આ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે જુદી જુદી થીમ પર 400 થી લઈ 1000 જેટલા ફૂટની રાખડીઓ તૈયાર કરવામાં આવતી હોય છે.