પુંજાભાઈ વંશે સર તપાસ અંગે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. ખાસ તો 25 જુલાઇની મિટિંગમાં તેમણે હાજર હોવાની વાત સ્વીકારી હતી. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં એકજૂથ થવાની જરૂરિયાત વિશે ચર્ચા થઇ હોવાની વાતનો પણ સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે. ભરતસિંહ સોલંકીના વડપણમાં મળેલી મીટિંગમાં શક્તિસિંહ ગોહિલ, અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના નેતાઓ પણ હાજર હોવાની વાતને પણ સોગંદનામામાં ટાંકવામાં આવી છે. આ સમગ્ર મામલે ભાજપના લોભ, લાલચ અને પૈસાના જોર પર ધારાસભ્યોને ન ખરીદવા તેમજ રાજકીય વિચારસરણી પાછળ બાબતે પણ ચર્ચા થઈ હતી. જ્યારે 25 મીએ મીટિંગનું આયોજન કર્યું હતું તેમાં મોહનસિંહ રાઠવાએ મીટિંગમાં વ્હીપનું વાંચન કર્યું હતું અને સભ્યોને આ વિશે સમજણ પણ આપી હતી.
રાજ્યસભા ચુંટણી વિવાદ: કોંગી નેતાએ કહ્યું મોહનસિંહ રાઠવાએ વ્હીપનું વાંચન કર્યું
અમદાવાદઃ અહેમદ પટેલની રાજ્યસભામાં જીતને પડકારતી અરજી મામલે કોંગ્રેસના નેતા પુંજાભાઈ વંશે શુક્રવારે ઉલટ તપાસ કરી હતી. જેમાં જસ્ટીસ બેલા ત્રિવેદી સમક્ષ જુબાનીમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં મોહનસિંહ રાઠવા દ્વારા વ્હીપનું વાંચન કરવામાં આવ્યું હતું. જેથી ભાજપ ધારાસભ્યોને પ્રલોભન કરતી હોવાની ચર્ચા કરાઈ હતી.
29 જુલાઈની રાત્રે રાજકોટથી સૌરાષ્ટ્રના ધારાસભ્યો પોતે મુંબઈ ગયા અને મુંબઈથી બેંગ્લુ ડિઝાઇન ફોટો પહોંચ્યા હતા. જ્યાં તેઓ 29 તારીખથી 6 ઓગસ્ટ સુધી બેંગલુરુની ઇગલટન રિસોર્ટમાં રોકાયા હતા જ્યાં બીજા દિવસે અન્ય ધારાસભ્યો પણ પહોંચ્યા હતા. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો બેંગલુરુ શહેર અને કર્ણાટકના અલગ-અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને ધરણાનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વખતે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને મળ્યા હતા અને ફોટા પણ પડાવ્યા હતા અને ત્યારબાદ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કર્યા બાદ હું ત્યાંથી નીકળી ગયો હતો.