અમદાવાદ: શહેરની રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આગામી 4 માર્ચના રોજ અમદાવાદમાં ઈન્કમટેક્સ સર્કલથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની અન્ય સંસ્થાઓ પણ જોડાશે. આ પદયાત્રાનો હેતુ CAAને સમર્થન આપવાનો છે અને એ જણાવવાનો છે કે, દરેક રાષ્ટ્રવાદી હિન્દુસ્તાની એક જ છે.
અમદાવાદમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના CAAના સમર્થનમાં પદયાત્રા યોજશે - Rajput Karni Sena
લોકસભામાં હાલમાં જ CAAનો (Citizenship Amendment Act) કાયદો બહુમતીથી પસાર થયો છે ત્યારે આ કાયદાને કેટલાક લોકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે જ્યારે કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કાયદાના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેમાં દિલ્હીમાં શાહીનબાગ ખાતે CAAના વિરોધમાં મુસ્લિમ સંગઠનો દ્વારા રસ્તા રોકો આંદોલન તેમજ વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.
etv bharat
આ સમર્થન રેલીમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તેમજ એસપીએ સ્ટુડન્ટ પેરેન્ટ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા તેમજ YJP અને Human Rights ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય ભૂદેવ વિકાસ તેમજ એસપીજી-સરદાર પટેલ ગ્રુપ અને સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પણ જોડાશે.