રાજકોટઃ શહેરની ગાંધીગ્રામ પોલીસે મોબાઇલ ચોરી કરતી ગેંગની ધરપકડ કરી છે. ગેંગ પાસેથી ચોરી કરેલા કુલ 39 જેટલા મોબાઈલ કબ્જે કર્યા છે. ગેંગ શહેરના અલગ અલગ ભીડભાળ વાળા વિસ્તારમાં મોબાઈલ ચોરી કરતા હતા.
રાજકોટમાં મોબાઈલ ચોરી કરતી ગેંગની ધરપકડ, 39 મોબાઈલ જપ્ત - in rajkot arrested mobile robbery geng
રાજકોટમાં પોલીસે બાતમીના આધારે મોબાઇલ ચોરી કરતી ગેંગની ધરપકડ કરી છે. ગેંગ પાસેથી 39 મોબાઇલ કબ્જે કર્યા છે.
રાજકોટ: મોબાઈલ ચોરી કરતી ગેંગની ધરપકડ, 39 મોબાઈલ કબ્જે કર્યા
આ ગેંગના બે ઈસમો અને એક મહિલા કાળા કલરની સીએનજી રિક્ષામાં એરપોર્ટ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી હતી.
ધર્મેન્દ્ર મારુતિભાઈ મુકનાથ, પરેશ રાજુભાઇ ગોસ્વામી અને લક્ષ્મીબેન ભરતભાઈ મકવાણા નામની મહિલા સહિત કુલ ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.