ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટની RKC સ્કૂલમાં ફી મુદ્દે રાજવી દ્વારા સંચાલકોને રજૂઆત કરાઇ

રાજકોટમાં ફી મામલે વિવાદમાં ચાલતી સ્કૂલ એવી રાજકુમાર કોલેજ (RKC)માં બુધવારે રાજકોટના 17માં ઠાકોર અને રાજકુમાર કોલેજના ફાઉન્ડર મેમ્બર સ્કૂલે પહોંચ્યા હતા અને અત્યારે ચાલી રહેલા ફી અંગેના વિવાદ તેમજ લોકડાઉન દરમિયાન ફી ન લઇ શકે તેની શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓને રજૂઆત કરી હતી.

etv bharat
રાજકોટ : RKC સ્કૂલમાં ફી મુદ્દે રાજવી દ્વારા સંચાલકોને રજુઆત કરવામાં આવી

By

Published : Jun 10, 2020, 3:22 PM IST

રાજકોટઃ રાજકોટમાં 150 વર્ષ કરતા પણ જુના અને રાજવી કાળની સ્કૂલ એવી રાજકુમાર કોલેજ (RKC) ફી મામલે વિવાદમાં આવી છે. તાજેતરમાંજ રાજકોટ NSUI દ્વારા RKC સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી લેવામાં આવી હોવાનો વિરોધ કરી શાળા સંચાલકોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જેથી બુધવારે રાજકોટના 17માં ઠાકોર અને રાજકુમાર કોલેજના ફાઉન્ડર મેમ્બર માંધાતાસિંહ RKC સ્કૂલે પહોચ્યા હતા. અને હાલ જે વિવાદો ચાલી રહ્યો છે તે અંગે શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓને આ મામલે રજૂઆત કરી હતી. લોકડાઉનના સમયમાં ફી ન લેવા માટે રાજ્ય સરકારે સૂચન કર્યુ હોવા છતાં ફી લેવામાં આવી હોવાથી રજૂઆત કરવા માટે તેઓ RKC સ્કૂલ પહોંચ્યા હતાં.

રાજકોટ : RKC સ્કૂલમાં ફી મુદ્દે રાજવી દ્વારા સંચાલકોને રજુઆત કરવામાં આવી

માંધાતાસિંહજી જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે પ્રિન્સિપાલને રજૂઆત કરી છે કે, લોકડાઉન દરમિયાન તમે કોઈ પણ પ્રકારનો ચાર્જ ન લઈ શકો. જ્યાં સુધી તમે ઓનલાઈન ક્લાસિસ ચાલુ ન કર્યા હોય ત્યાં સુધી તમે કોઈ પણ ટ્યુશન ફી લઈ શકતા નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ RKC સ્કૂલને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફી મામલે નોટિસ પાઠવીને ખુલાસો મંગવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details