ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારે મોટી સ્પષ્ટતા કરવી પડશેઃ ચૂંટણી કમિશનર - Central Election Commission Gujarat visit

ગુજરાતની મુલાકાતે આવેલી કેન્દ્રીય ચૂંટણી (Central Election Commission Gujarat visit) પંચની ટીમે મંગળવારે મોટી સ્પષ્ટતા કરી હતી. ખાસ કરીને ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવાર અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે ભાર દઈને ચોખવટ (Election Commissioner Rajiv kumar) કરી હતી. રાજીવ કુમારે કહ્યું હતું કે, દરેકનો એ અધિકાર છે કે, જે તે વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. કોઈ પણ એવા ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ હોઈ શકે છે. ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી છે કે, ઓછામાં ઓછા ત્રણ વાર પોતાના ગુના અંગે જાહેરાત કરવી પડશે

ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારે મોટી સ્પષ્ટતા કરવી પડશેઃ ચૂંટણી કમિશનર
ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારે મોટી સ્પષ્ટતા કરવી પડશેઃ ચૂંટણી કમિશનર

By

Published : Sep 27, 2022, 6:32 PM IST

Updated : Sep 27, 2022, 7:01 PM IST

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતના (Central Election Commission Gujarat visit) પાટનગરમાં ગાંધીનગરમાં આવી હતી. આ ટીમે રાજ્યના પોલીસ વડા તેમજ સુરક્ષા વિભાગ સાથે પણ બેઠક યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે(Election Commissioner Rajiv kumar) કહ્યું હતું કે, 12 ફેબ્રુઆરીના રોજ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક મોટા પક્ષ સાથે બેઠક યોજવામાં આવી હતી.

ચૂંટણી કમિશનરે કહ્યુંઃમુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 4.23 કરોડ મતદારો છે. જેમાં 2.50 કરોડ પુરૂષો અને 2.33 કરોડ મહિલાઓ છે. 11842 મતદારો એવા છે જેની ઉંમર 100 વર્ષની છે. 80 વર્ષથી વધુ વયના 10.86 લાખ મતદાર અને દિવ્યાંગ મતદારો 4.13 લાખ જેટલા છે.

જાણકારી જાહેર કરવીઃ ગુજરાતની મુલાકાતે આવેલી કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે મંગળવારે મોટી સ્પષ્ટતા કરી હતી. ખાસ કરીને ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવાર અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે ભાર દઈને ચોખવટ કરી હતી. રાજીવ કુમારે કહ્યું હતું કે, દરેકનો એ અધિકાર છે કે, જે તે વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. કોઈ પણ એવા ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ હોઈ શકે છે. ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી છે કે, ઓછામાં ઓછા ત્રણ વાર પોતાના ગુના અંગે જાહેરાત કરવી પડશે.

અહીં મળશે માહિતીઃઉમેદવારે ઓછામાં ઓછ ત્રણ વખત પોતાના ગુના અંગે જાહેરાત આપવી પડશે. આ તમામ માહિતી KYC એપ્લિકેશન પર પ્રાપ્ય રહેશે. રાજકીય પક્ષોએ એવી પણ જાહેરાત દેવાની રહેશે જેમાં આ વિધાનસભાની બેઠક પર તેમણે ગુનાહિત ઈતિહાસ ધરાવતો ઉમેદવાર નક્કી કર્યો છે.

મતદાન કરોઃ શહેરી વિસ્તારમાં 17506 મતદાન મથકો રહેશે. રાજ્ય પોલીસ વડાની ચૂંટણી પંચની ટીમ સાથે બેઠક, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું નિવેદન. અમે ચૂંટણી માટે તૈયાર છીએ. અમે રાજકીય પક્ષો સાથે બેઠક કરી છે. 11842 સતાયુ મતદારો ગુજરાત રાજ્યમાં છે. દરેક વિધાનસભાની બેઠક પર મોડેલ પોલીસ સ્ટેશન રહેશે. અમે દરેક નેશનલ પાર્ટીઓ સાથે બેઠક કરી લીધી છે.

Last Updated : Sep 27, 2022, 7:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details