અમદાવાદઃ વેજલપુર વિધાનસભાના યુથ કોંગ્રેસ દ્વારા વિશાલા ગુડલક સર્કલ પાસે આવેલી શ્રમિક બસ્તીમાં રહેતા 29 પરિવારના વ્યક્તિ દીઠ 200 રૂપિયા મજૂરીના ન્યાય યોજના અંતર્ગત આપ્યા હતા. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા ન્યાય યોજના તેમજ રાહુલ ગાંધીની વાતને જમીનની સ્તર સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસી નેતાઓએ લોકોને પેમ્પ્લેટ આપી ન્યાય યોજના હેતુ સમજાવ્યા હતા. કોરોના જેવી મહામારી જેવી ચાલી રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર શ્રમિકોને મજૂરી પેટે દરરોજ 200 રૂપિયા ચૂકવે તેવી માગ કરવામાં આવી હતી. કોંગ્રેસ સત્તામાં આવશે તો શ્રમિકો માટે ન્યાય યોજના લાગુ કરવાની વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે.
રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે યુથ કોંગ્રેસે શ્રમિકોને ન્યાય યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ 200 રૂપિયા મજૂરી પેટે આપ્યા - ન્યાય યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ 200
દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 29મી પુણ્યતિથિ નિમિત્તે યુથ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીએ રજૂ કરેલી ન્યાય યોજના અંતર્ગત શ્રમિકોને દિવસની 200 રૂપિયા મજૂરી આપવામાં આવી હતી.
![રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે યુથ કોંગ્રેસે શ્રમિકોને ન્યાય યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ 200 રૂપિયા મજૂરી પેટે આપ્યા રાજીવ ગાંધી પુણ્યતિથિ નિમિતે યુથ કોંગ્રેસે શ્રમિકોને ન્યાય યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ 200 રૂપિયા મજૂરી પેટે આપ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7293053-thumbnail-3x2-amd.jpg)
રાજીવ ગાંધી પુણ્યતિથિ નિમિતે યુથ કોંગ્રેસે શ્રમિકોને ન્યાય યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ 200 રૂપિયા મજૂરી પેટે આપ્યા
રાજીવ ગાંધી પુણ્યતિથિ નિમિતે યુથ કોંગ્રેસે શ્રમિકોને ન્યાય યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ 200 રૂપિયા મજૂરી પેટે આપ્યા
વિશાલા ગુડલક પાસે આવેલી શ્રમિક વસ્તીમાં રહેતા શફી બતીવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે સતા નથી, તેમ છતાં યુથ કોંગ્રેસ દ્વારા બસ્તીમાં આવીને તમામ પરિવારોને ન્યાય યોજના અંતર્ગત આર્થિક મદદ કરી છે. ત્યારે સરકાર પણ અમને મદદ કરે જેથી ગરીબ વ્યક્તિ બે ટંક જમવાનું જમી શકે.