આ ફૂડ ફેસ્ટિવલમાં અલગ જ પ્રકારની રાજસ્થાની વાનગીઓ બનાવવામાં આવી હતી. ગુલાબ જાંબુ, કાજુની રસાદાર ગ્રેવી અને મસાલેદાર દહીંને મીક્સ કરી જોધપુરની ગુલાબજાંબુની સબ્જી કલ્પનાદાર રેસીપી ફૂડ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. તદઉપરાંત રાજપૂત યોદ્ધાઓને જે તે સમયે પીરસવામાં આવતી લોકપ્રિય દાલબાટી પણ ખાસ જોવા મળી હતી. ત્યારે ફૂડ ફેસ્ટિવલમાં રાજસ્થાનના વિવિધ પ્રદેશો અને સમુદાયોની લાક્ષણિક વારસાની તથા સાંસ્કૃતિક વારસાની વિસ્તૃત ઝલક જોવા મળી હતી.
રાજસ્થાનને મહારાજાઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂમિ માત્ર તેના રોયલ રસોડા માટે નહીં પણ મારવાડ, મેવાડ અને શેખવાતીના રાજવી પરિવારોમાં એકથી બીજી પેઢીમાં પરંપરાગત રીતે જોડાયેલી કેટલીક વિશિષ્ટ વાનગીઓના કારણે પણ ઓળખાય છે. રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલે અમદાવાદના ગ્રાહકોને આકર્ષવાનું અને રાજસ્થાની સુગંધનો અનુભવ કરાવવાનો એક અનોખો પ્રયાસ છે.