આ વર્ષે સમગ્ર દેશમાં ગરમીનો પારો ઊંચો રહ્યો હતો. ત્યારે ગુજરાતમાં પણ અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી 13 થી 15 જુન દરમિયાન ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થશે તેની આગાહી કરવામાં આવ્યા બાદ લોકોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે.
13 થી 15 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદના એંધાણ - Weather section
અમદાવાદઃ શનિવારે ચોમાસાએ કેરળના દરિયા કિનારે દસ્તક દીધા બાદ હવામાન વિભાગે આગામી 13 થી 15 જૂનની આસપાસ ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થવાની જાહેરાત કરી છે. જેના અંતર્ગત શુક્રવારથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ હતી. નવસારી-વલસાડ સહિતના પંથકોમાં વરસાદ વરસ્યો હતો.
વરસાદની થશે શરૂઆત
છેલ્લા વર્ષો કરતાં આ વર્ષે ગરમીનો પારો વધારે હોવાથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા. કેટલીય જગ્યાઓ પર મોતની ઘટનાઓ પણ સામે આવી હતી. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું સારું અને લાંબુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલી લોકો માટે ખુશીના સમાચાર છે કે, ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે જેના કારણે ગરમીમાં લોકોને રાહત મળશે.