ચાવડાએ જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા પ્રીમીયમ ભરવામાં આવે છે. પરંતુ, તેમને પુરતું વળતર વીમા કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવતું નથી. સરકાર વીમા કંપનીઓને લાભ કરાવવાનો પ્રયાસ કરે છે. વળતર મેળવવા માટે ખેડૂતો મર્યાદિત સમયમાં નોંધણી કરાવે અને ૨૫ દિવસમાં વળતર ચૂકવવામાં આવશે આ પ્રકારનું આયોજન ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થશે. ગ્રામીણ અને છેવાડાના વિસ્તારમાં ગરીબ ખેડૂતો પણ કેટલીક માહિતીઓથી અજાણ રહે છે, ત્યારે સરકાર દ્વારા ખૂબ જ ઓછો સમય ફાળવવામાં આવ્યો છે.
સરકાર કમોસમી વરસાદને લઇ ખેડૂતોને પૂરુ વળતર ચૂકવે: અમિત ચાવડા - અમદાવાદમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન
અમદાવાદઃ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર દ્વારા જાહેર કરાયેલી વળતરની પ્રક્રિયા સામે રોષ ઠાલવતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકારની નુકસાનના સર્વે કરવાની પદ્ધતિ અને પ્રીમિયમ ભર્યા હોવા છતાં ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી.
સરકાર કમોસમી વરસાદથી ખેડૂતોને પૂરુ વળતર ચૂકવે - કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને લીધે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમીક્ષા કર્યા બાદ અમદાવાદ જિલ્લામાં 7 અલગ અલગ કેન્દ્રો પર રજીસ્ટ્રેશન કરાવી વળતર મેળવી શકશે.