વાયુ વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી હતી. જ્યારે અમદાવાદમાં દિવસ દરમિયાન છુટો છવાયો વરસાદ પડ્યો હતો. સાથે અમદાવાદ કોર્પોરેશનમાં ઝાડ પડવાની અનેક ફરીયાદો આવી હતી.
વાયુની અસરઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ - gujarat news
અમદાવાદઃ ગુજરાતના દરિયાકિનારે વાયુ વાવાઝોડું ત્રાટકવાનુ હતુ પરંતુ, સદનસીબે વાયુ વાવાઝોડુ દરિયામાં સમાઇ ગયુ છે. પરંતુ તેની અસર રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરમાં જોવા મળી રહી છે, વાયુ વાવાઝોડાને કારણે મંગળવારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ફાઇલ ફોટો
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે કે વાયુના પગેલ હજી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે પરંતુ, ચોમાસુ હજી 25 દિવસ મોડું રહશે, ઉલ્લેખનિય છે કે વરસાદી માહોલને કારણે રાજ્યમાં ઠંકડ પ્રસરી છે. છેલ્લા કેટલાય દિવસથી પડતી અસહ્ય ગરમીમાં રાજ્યની જનતાએ હાશકારો અનુભવ્યો હોવાની વાત લોકમુખે સંભળાઈ રહી છે.
જાણો..ક્યાં કેટલો વરસાદ પડ્યો
- બનાસકાંઠાના વડગામમાં 45 mm
- પાટણ સિધ્ધપુર 41mm
- મહેસાણા કડીમાં 37 mm
- સુરત શહેર 26 mm
- ગાંઘીનગર કલોલ 40 mm
- અમદાવાદ દસ્ક્રોઇ 9 mm અને દેત્રોજમાં 15 mm
- અમદાવાદ શહેર 20 mm
- ગાંધીનગર શહેર 10 mm