અમદાવાદમાં મેઘરાજાની મહેરબાની હજુ પણ યથાવત - latest news updates of ahmedabad
અમદાવાદ: આ વર્ષે મેઘરાજા ગુજરાત પર ખુબ જ મહેરબાન થયા છે. હજુ પણ વરસાદી માહોલ યથાવત છે, ત્યારે અમદાવાદમા પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતું.
હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રવિવારથી 4 દિવસ રાજ્યમાં તોફાની વરસાદ થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાઈ ચૂક્યાં હતાં. અમદાવાદ શહેરના ઈન્કમટેક્સ, વાડજ, શાહપુર, વેજલપુર, જીવરાજ પાર્ક, દરિયાપુર, શાહીબાગ, નારાણપુરા, સરખેજ, રાણીપ, ચાંદખેડા, ઉસ્માનપુરા, વિરાટનગર, ઓઢવ, ચકુડીયા, ગોતા, બોડકદેવ, નરોડા, કોતરપુર, વટવા સહિતનાં વિસ્તારમાં વરસાદી ઝાપટા આવ્યા હતાં. અમદાવાદના પુર્વીય વિસ્તારોમા એકાદ કલાક બાદ ફરી ધીમી ધારે વરસાદ શરુ થયો હતો.