- દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
- અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો
- રાજ્યમાં બે દિવસ વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ
અમદાવાદ : આગામી બે દિવસમાં રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો :રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
41 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર
41 ડિગ્રીથી પણ વધારે પારા સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતુ. ત્યારે લઘુતમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું. જોકે, છેલ્લા બે દિવસમાં અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ બફારાનું પ્રમાણ યથાવત રહ્યું છે.
ભારે પવન સાથે વરસાદની આગાહી આ પણ વાંચો :ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદની શક્યતા
ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બે દિવસ વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.