અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રોડ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. ચારેબાજુ ઘોર અંધારપટ્ટ વચ્ચે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો.
Ahmedabad Rain: અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ, ચારેબાજુ ઘોર અંધારું
અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રોડ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. ચારેબાજુ ઘોર અંધારપટ્ટ વચ્ચે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો.
Etv Bharat
Published : Sep 8, 2023, 6:05 PM IST
|Updated : Sep 8, 2023, 6:10 PM IST
48 કલાક અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે અનુસાર રાજ્યમાં આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ભરૂચ. છોટા ઉદેપૂર. વડોદરા. દાહોદમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
Last Updated : Sep 8, 2023, 6:10 PM IST