ઉલ્લેખનીય છે કે, મહા વાવાઝોડુ હવે ગુજરાત પર લેન્ડફોલ નહી થાય, જેથી હાલ ગુજરાત પરથી મહા આફત ટળી છે. મહા વાવાઝોડુ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે એટલે કે તે અરબી સમુદ્રમાં જ નબળુ પડી ગયું છે, તેમ હવામાન વિભાગે સત્તાવાર રીતે જણાવ્યું છે.
‘મહા’ વાવાઝોડાને પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ - સમગ્ર વરસાદના સમાચાર
ન્યૂઝ ડેસ્ક: અત્યારે ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર, દ. ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થઈ રહી છે. ‘મહા’ વાવાઝોડાના કારણે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જામ કંડોરણા, જામનગર, સુરત, ભરૂચ, વલસાડ, પોરબંદર, ગીર-સોમનાથ, દ્વારકા, ભાવનગર સહિતના શહેરોમાં વરસાદની અસર જોવા મળી હતી. જો કે મહા વાવાઝોડાના કારણે ગુજરાતમાં અનેક શહેરોમાં સામાન્યથી ભારે વરસાદ પડી ચુક્યો છે.
'મહા' વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓએ વરસાદ થયો છે. બુધવારે સાંજથી જ અમરેલી અને રાજકોટ અને ભાવનગર જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને બંદરો પર ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
'મહા' વાવાઝોડામાં સુરક્ષાને પગલે રાજ્યમાં NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમોને ઉતારી દેવામાં આવી છે, જેથી બચાવ અને રાહત કામગીરી ઝડપથી થઈ શકે. આ પહેલાં 'મહા' વાવાઝોડું ગુજરાત પર આફતના રૂપમાં ત્રાટકે તેવી શક્યતા હતી. જો કે, આગળ વધતાની સાથે જ તે નબળું પડી ગયું છે. મહા વાવાઝોડાનું મહા સંકટ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.