ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં કમોસમી વરસાદથી જગતનો તાત પરેશાન, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગુરૂવારે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી. રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ સહિત આ તરફ સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો.

કમોસમી વરસાદ
કમોસમી વરસાદ

By

Published : Dec 11, 2020, 12:54 PM IST

Updated : Dec 11, 2020, 5:12 PM IST

  • ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમીધારે વરસાદ
  • વહેલી સવારથી જ વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાનની ભીંતિ
  • રાજ્યમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગુરૂવારે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી. રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ સહિત આ તરફ સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં કમોસમી વરસાદ

અમદાવાદમાં વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરૂવારે મોડી રાતથી જ અમદાવાદના વેજલપુર, થલતેજ, એસ.જી હાઇવે, કાંકરિયા જેવા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

વલસાડમાં વરસાદ

રાજ્યના જૂનાગઢ, ભાવનગર, સુરત, વડોદરામાં વરસાદી માહોલ

જૂનાગઢના ગીર પંથકમાં પણ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી. ગીરગઢડા સુધીના જંગલ વિસ્તારના ગામોમાં વહેલી સવારથી કેટલાંક ગામોમાં અંદર છુટો-છવાયો વરસાદ નહીં, પરંતુ ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. આ વિસ્તારોમાં કમોસમી વરસાદથી રવી પાકને નુકસાન થવાની ભીંતિ સેવાઇ રહી છે.

મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ

વલસાડમાં વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે સમગ્ર ગુજરાતની સાથે સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેને અનુલક્ષી વલસાડ જિલ્લાના 6 તાલુકાના અનેક ગામોમાં માવઠાની અસર જોવા મળી હતી. માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

અરવલ્લીમાં કમોસમી વરસાદ

ખેડૂતો હાલ ડાંગરના પાકની કાપણી બાદ તેને ખેતરોમાં એકત્ર કરી તેની સાફ સફાઈમાં લાગી જતા હોય છે અને આવા સમયે આવેલા કમોસમી વરસાદને પગલે ડાંગરના એકત્ર કરવામાં આવેલા પાક ભીંજાઈ જવાની સીધી દહેશત છે, ત્યારે વરસાદ ખેડૂતો માટે વેરી સમાન બન્યો છે.

રાજકોટમાં વરસાદથી ખેડૂતોની મગફળી પલટી

રાજકોટમાં વરસાદથી ખેડૂતોની મગફળી પલટી

વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોરાજીમાં કમોસમી વરસાદ પડવાને કારણે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો કપાસ પલળી ગયો હતો. ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાતા ખેડૂતોનો કપાસ પલળી જતાં ખેડૂતોને હરરાજીમાં ભાવ પણ ઓછો મળશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. આ ઉપરાંત વરસાદની આગાહીને પગલે ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળી અને મરચાની આવક બંધ કરવામાં આવી હતી.

મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ

મહીસાગર પંથકમાં ગુરૂવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, સંતરામપુર ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો અને સમગ્ર દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયુ જોવા મળ્યું હતું. કમોસમી વરસાદ વરસતા પાક નિષ્ફળ જવાને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

વાપી સહિત સંઘપ્રદેશ સેલવાસ-દમણમાં ધોધમાર કમોસમી વરસાદ

વલસાડ જિલ્લાના વાપી સહિત ઉમરગામ તાલુકામાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં શુક્રવારે વાતાવરણમાં આવેલા પલટાને કારણે કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી લઈને 11 કલાક સુધી સતત વરસતા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.

અરવલ્લીમાં કમોસમી વરસાદ

અરવલ્લી જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ સર્જયા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. લગભગ ચાર કલાક સુધી અરવલ્લી જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં ધીમી ધારે સતત વરસાદ પડ્યો હતો. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, શામળાજી, ભિલોડામાં વરસાદ વરસ્યો હતો.

ભાવનગર શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ

ગઈ કાલ રાત્રી થી સવાર સુધીના વરસાદી આંકડા

  • તળાજા - 16 મિમી
  • મહુવા - 18 મિમી
  • પાલીતાણા - 15 મિમી
  • વલ્લભીપુર - 0 મિમી
  • ઉમરાળા - 0 મિમી
  • જેસર - 8 મિમી
  • ભાવનગર - 24 મિમી
  • સિહોર - 8 મિમી
  • ઘોઘા - 26 મિમી
  • ગારીયાધાર - 0.મિમી
Last Updated : Dec 11, 2020, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details