ગુજરાત

gujarat

ETV Bharat / state

સમગ્ર રાજ્યમાં મેધમહેર યથાવત, સૌરાષ્ટ્ર સહીત ઉતર ગુજરાત પાણી પાણી

ન્યુઝ ડેસ્ક: અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે સમગ્ર રાજ્યમાં મેધમહેર યથાવત રહી છે. વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છ, ઉતર ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે ગરબા આયોજકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જેને લઇને ખેલૈયાઓમાં પણ ક્યાંકને ક્યાંક નિરાશા જોવા મળી છે.

By

Published : Sep 29, 2019, 5:26 PM IST

Updated : Sep 29, 2019, 5:46 PM IST

સમગ્ર રાજ્યમાં મેધમહેર યથાવત, સૌરાષ્ટ્ર સહીત ઉતર ગુજરાત પાણી પાણી

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેધમહેર યથાવત

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્રભરમાં ગત રાત્રીથી આજ સુધી અવિરત મેઘમહેર યથાવત છે. જેમા જૂનાગઢ, રાજકોટમાં આજે વહેલી સવારથી સમગ્ર શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ભાદર ડેમ 2ના દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. નદીના પટમાં ન જવા લોકોને સૂચના પણ આપવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવક વધતા રાજકોટના આજી એક અને બે તેમજ ન્યારી એક અને બે ડેમ પણ ફરીવાર ઓવરફ્લો થયા છે. લાલપરી તળાવ પણ ભરાઇ ગયું છે. સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. આગોતરૂ વાવેતર કરનાર માટે હાલનો વરસાદ નુકસાનકારક બન્યો છે.

સમગ્ર રાજ્યમાં મેધમહેર યથાવત, સૌરાષ્ટ્ર સહીત ઉતર ગુજરાત પાણી પાણી

શહેર અને જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકથી સતત અને અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે નદી-નાળા તળાવો અને ચેકડેમો છલોછલ ભરાઈ ગયા છે, ત્યારે ગત રાત્રિથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે ગીરી તળેટીમાં આવેલું પવિત્ર દામોદર કુંડ મોસમમાં સતત ચોથી વખત છલકાયું હતું. તો બીજી તરફ ગિરનાર અને દાતારની પર્વતમાળાઓમાં પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર પણ મોસમમાં ચોથી વખત છલકાઈને વહી રહ્યું છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ 1થી બે ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના ખાંભામાં 2 ઇંચ, દક્ષિણ ગુજરાતમાં ઓલપાડ તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અંકલેશ્વરમાં પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો.

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છના મુંન્દ્રામાં સાંબેલાધાર 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં.

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમાં પણ પાટણમાં વહેલી સવારે માત્ર 5 થી 6 કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ પડતાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો સરસ્વતી તાલુકામાં અઢી ઇંચ, સિદ્ધપુરમાં પોણા બે ઇંચ, ચાણસ્મામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો વિસનગરમાં અઢી ઇંચ, ઊંઝામાં 2 ઇંચ, ખેરાલુ, મહેસાણા અને વડનગરમાં એક-એક ઇંચ તેમજ વિજાપુર અને સતલાસણામાં અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. બનાસકાંઠામાં ડીસામાં એક કલાકમાં પોણા બે ઈંચ થયો હતો. તો અમીરગઢ, દાંતા અને દાંતીવાડામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં પોશીનામાં 3 ઇંચ, ઇડર અને વડાલીમાં બે ઇંચ, ખેડબ્રહ્મા અને પ્રાંતિજમાં એક ઇંચ, વિજયનગરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠામાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદથી બુઢેલી નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદથી ખેતીના પાકને નુકશાન થઈ રહ્યું છે.

નવરાત્રીના આયોજનો રદ

રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉતર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે આજે ઠેર ઠેર થયેલા નવરાત્રીના આયોજનો રદ થવાની સંભાવના છે. અર્વાચીન ગરબીઓના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા તેના પણ આયોજનો કેન્સલ થવાની સંભાવના છે.

Last Updated : Sep 29, 2019, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details