અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા મોટા ભાગના વિસ્તારમાં આગામી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, તો ક્યાંક વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ દોઢ ઇંચ વરસાદ - ભારે પવન સાથે વરસાદ
અમદાવાદમાં શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રાતભર વરસાદી માહોલ રહ્યો હતો.
![રાજ્યમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ દોઢ ઇંચ વરસાદ etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8351650-271-8351650-1596953830204.jpg)
અમદાવાદ
અમદાવાદમાં સાંજે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હતો. આખી રાત વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા 24 કલાકમાં શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદના પૂર્વના જશોદાનગર, મણિનગર, ખોખરા અને પશ્ચિમના જજીસ બંગલો, SG હાઇવે, બોડકદેવ, થલતેજ, બોપલ, ઘુમા અને શેલામાં સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. તેમજ પશ્ચિમ વિસ્તારના નારણપુરા ગોટા ચાંદખેડા ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે.