ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી - rain in winter again in gujarat

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની સિઝન પૂર્ણ થયા પછી પણ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોની સ્થિતી કફોડી છે. ત્યારે હજુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

rain came back after finished monsoon in Gujarat
rain came back after finished monsoon in Gujarat

By

Published : Dec 4, 2019, 2:18 PM IST

અરબી સમુદ્રમાં બે લૉ પ્રેશર સક્રિય થયા હતા. ઉપરાંત ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ઠંડી પણ વધે તેવી શક્યતા છે.

મધ્ય ગુજરાતના આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથ જેવાં જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

આ દરમિયાન દરિયામાં ઉંચા મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયાછથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી શક્યતા છે.

હવામાન ખાતાનું કહેવું છે કે, ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનો અને હિમવર્ષાનાં કારણે આવતા અઠવાડિયાથી ગુજરાતમાં ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details