અમદાવાદ: રેલવે ઉપર જાહેર માધ્યમોમાં આક્ષેપોથી રેલવે દ્વારા તેના પેસેન્જરો માટે સ્પષ્ટ સૂચના જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે, લોકોની સલામતી માટે રેલવે મંત્રાલય અપીલ કરે છે કે, પૂર્વ ગ્રસિત બિમારી (જેવી કે ઉચ્ચ રક્તચાપ, મધુમેહ, હદય રોગ, કેન્સર, ઓછી પ્રતિરક્ષા) વાળા વ્યક્તિ, ગર્ભવતી સ્ત્રીઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો તેમના સ્વાસ્થ્ય અને સલામતી માટે જ્યાં સુધી એકદમ જરૂરી ના હોય ત્યાં સુધી રેલવે પ્રવાસ કરવાનું ટાળે.
મજૂરોના મોતને લઈને રેલવે પર માછલાં ધોવાતા, રેલવેએ પ્રવાસીઓ માટે સૂચના જાહેર કરી - lockdown
ભારતીય રેવલે દરરોજ અનેક શ્રમિક વિશેષ ટ્રેન ચલાવે છે, જેથી પ્રવાસી શ્રમિકોને તેમના વતન મોકલી શકાય. પરંતુ ગત કેટલાક સમયથી એવું જોવા મળે છે કે, આ ટ્રેનમાં પ્રવાસ કરતા લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. તેને લઈને રેલવે ઉપર માછલાં ધોવામાં આવ્યા છે. કેટલાક જાહેર માધ્યમોએ રેલવે પર આક્ષેપ કર્યો છે કે, બપોરના સમયે ખૂબ જ ગરમી હોય છે, તેમજ રેલવેમાં ભોજન અને પાણીની પૂર્તિ વ્યવસ્થાના અભાવને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. બીજી તરફ રેલવેની ટ્રેનનું સંચાલન પણ વિચિત્ર રીતે થઈ રહ્યું છે. પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાની જગ્યાએ તે અન્ય જગ્યાએ પહોંચી રહી છે.
![મજૂરોના મોતને લઈને રેલવે પર માછલાં ધોવાતા, રેલવેએ પ્રવાસીઓ માટે સૂચના જાહેર કરી Railways issued notice to passengers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7391744-291-7391744-1590734307023.jpg)
રેલવેએ મુસાફરો માટે સૂચના જાહેર કરી
ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા કોઈપણ પ્રવાસીને પ્રવાસ દરમિયાન શારીરિક તકલીફ જણાય તો રેલવે પરિવારનો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. આ માટે ભારતીય રેલવેનો સંપર્ક નંબર 139 અને 138 હેલ્પલાઇન માટે આપવામાં આવ્યો છે.