ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં એક મિનિટમાં સેંકડો ટિકિટ બુક કરનારો રેલવે એજન્ટ ઝડપાયો - આરપીએફે ટિકિટ બુક કરનારા એજન્ટને ઝડપી પાડ્યો

અમદાવાદઃ એક મિનિટમાં 426 ટ્રેનની ટિકિટ બુક કરવાનો મામલો સામે આવ્યો છે. IRCTCનો દાવો છે કે, અમદાવાદના એક ટ્રાવેલ્સ બુકિંગ એજન્ટે એક મિનિટથી પણ ઓછા સમયમાં ૪૨૪ જેટલી રેલવે ટિકિટ બુક કરી દીધી છે. જે બાદ રેલવે પોલીસ દોડતી થઇ હતી અને આરપીએફે ટિકિટ બુક કરનારા એજન્ટને ઝડપી પાડ્યો છે.

મોહસીન નામના બુકિંગ એજન્ટ

By

Published : Sep 17, 2019, 9:03 PM IST

Updated : Sep 17, 2019, 9:19 PM IST

સામાન્ય રીતે એક કન્ફર્મ ટિકિટ બુક કરાવવામાં 90 સેકન્ડ જેટલો સમય લાગે છે. તેવામાં એજન્ટ એક મિનિટમાં આ કામ કઈ રીતે કર્યું તેવા પ્રશ્નો ઊભા થાય છે, ત્યારે રેલવે અધિકારીની મદદથી તો આ કૌભાંડ નથી થયું તે અંગે પણ શંકા થઇ રહી છે. અમદાવાદના મોહસીન નામના શખ્સે બુકિંગ સેન્ટરમાં એક મિનિટમાં 426 ટિકિટ બુક કરી દીધી હતી.

સેંકડો ટીકીટ બુક કરનાર રેલવે એજન્ટ ઝડપાયો
અમદાવાદના મોહસીને 11.4 લાખ રૂપિયાના ૪૨૬ ટિકિટ બુક કરી હતી. આરપીએફ જણાવ્યું કે, આ બુકિંગ એજન્ટે એક ટિકિટ ૩૦થી ૪૫ સેકન્ડમાં બુક કરી હતી. તેમણે કહ્યું કે, કોઈ એજન્ટ તેના પર્સનલ આઈડી પરથી આ ટિકિટો એક સાથે બુક કરી શકે નહીં, પરંતુ આ બુકિંગ એજન્ટે ઘણાં પર્સનલ આઈડીનો ઉપયોગ કરી આટલી બધી ટિકિટો બુક કરી છે. બુક કરવામાં આવેલી 426 ટિકિટોમાંથી 139 ટિકિટોની મુસાફરી હજી શરૂ પણ નથી થઈ અને તેમને બ્લોક કરી દેવામાં આવ્યા છે. પરંતુ આ રેકેટ કોઈક અલગ રીતે જ ચાલે છે. મોહસીન જેવા એજન્ટ રેડ મિર્ચી નામના સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.દેશમાં રેડ મિર્ચી સોફ્ટવેર વાપરનારા અને લોકોને ઉલ્લુ બનાવનારા એજન્ટોની સંખ્યા ખૂબ જ છે. એક સોફ્ટવેર જે સીધી રીતે આઇઆરસીટીસીની વેબસાઈટ હેક કરીને નકલી PNR બનાવે છે, તે માટે અત્યાર સુધીમાં ઘણા એજન્ટ સામે કેસ થયા છે, પરંતુ સોફ્ટવેર હજુ ચાલુ છે અને આરપીએફે આરોપીઓની ધરપકડ કરીને રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે મોહસીન જેવા હજારો હેકરો સરકારી તિજોરીને ચૂનો લગાવી રહ્યા છે.

મોહસીન પાસેથી તપાસ અધિકારીઓ હજૂ સોફ્ટવેર આપનારા અને ઇન્સ્ટોલ કરાવનારા લોકોની માહિતી મેળવી રહ્યા છે. આરોપી મોહસીન પાસે હજૂ પણ ઘણા નકલી PNR હોવાની શંકા અધિકારીઓને છે. અગાઉ પણ મોહસીન બે કેસમાં પકડાઈ ચૂક્યો છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

Last Updated : Sep 17, 2019, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details