અમદાવાદઃ મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાના જણાવ્યાં મુજબ વર્તમાનમાં પસેન્જર ટ્રેનોનું સંચાલન પૂર્ણ રીતે બંધ છે. પરંતુ દેશમાં આવશ્યક વસ્તુઓની આપૂર્તિ ચાલુ રાખવા રેલ મંત્રાલય દ્વારા યુદ્ધ સ્તરે કાર્ય કરવામાં આવી રહ્યું છે. માલગાડીઓનું સંચાલન ચાલુ છે, પાર્સલ એક્સપ્રેસ ટ્રેનોની પણ ઘોષણાઓ કરવામાં આવી રહી છે. જેનાથી નક્કી કરેલા સમય સીમામાં આવશ્યક વસ્તુઓ પોતાના નિર્ધારિત સ્ટેશન સુધી પહોંચે છે.
રેલવે માટે લોકડાઉનના કારણે સિગ્નલિંગ અને ટેલીકમ્યુનિકેશન પ્રણાલીને મેન્ટેઇન કરવી પડકારજનક કાર્ય - માલગાડીઓ
જ્યારે એક બાજુ દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. જેના કારણે પરિવહનના સાધનોની અછત છે અને કર્મચારીઓથી રોટેશન આધાર પર કાર્ય કરાવામાં આવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના S&T વિભાગના કર્મચારીઓ સંકટના આ સમયે ઉપકરણોની જાળવણી કરી રહ્યા છે. સલામતી સાથે માલગાડીઓની ગતિવિધિને જાળવવાનું કાર્ય કરી રહ્યા છે. આ કાર્ય સામાજિક અંતર, સ્વચ્છતા અને સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે.
લોકડાઉનના આ સમયે, જ્યારે તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે, ત્યારે S&T વિભાગના કર્મચારીઓ નાગરિકોને જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધિ માટે ટ્રેનોને સરળતાથી ચલાવવા માટે રાત-દિવસ કાર્યરત છે. દરેક એસ એન્ડ ટી સ્ટાફ દ્વારા કેબલ પરીક્ષણ, પોઈન્ટ, સિગ્નલ અને ટ્રેકની જાળવણી, ખામીયુક્ત ઉપકરણોની ફેરબદલ, ટેલિકોમ આધારિત વ્યવસ્થા (કંટ્રોલને સરળતાથી સંચાલિત કરવા માટે), ઘરેથી કાર્ય અને વિડિઓ કોન્ફરન્સમાં સારી કનેક્ટિવિટી જળવાઈ રહે તે માટે માટે કાર્ય કરી રહ્યા છે.
આ સમયે કેબલ ટેસ્ટિંગ, પોઈન્ટ અને સિગ્નલ મેન્ટન્સ, વીડિયો કોંફરન્સ ઉપકરણ વગરેનું કાર્ય ઝીણવટ પૂર્વક કરવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર સિગ્નલ અને દુરસંચાર નિયંત્રણ કક્ષની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. જેના માધ્યમથી દરેક સ્ટેશનો કે સ્ટેશન માસ્ટર્સ અને કન્ટ્રોલરની વચ્ચે વાતચીત થઈ શકે છે. આ દરેક પડકારજનક કાર્યમાં સિગ્નલ અને ટેલિકોમ કન્ટ્રોલ રૂમના દરેક કર્મચારીઓ 24 કલાક નોકરી કરીને પોતાની સેવાઓ આપી રહી છે. ટેલિકોમ ઉપકરણો, કાર્યાલયો વગેરેનું નિયમિત સમય પર સેનેટાઇઝિંગ કરવામાં આવી રહ્યું છે.