અમદાવાદ: ગુજરાત સરકારે મૉલ, મલ્ટીપ્લેક્સ અને શાળા કોલેજ બે સપ્તાહ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોરોના વાયરસ સામે સુરક્ષા રહે તે માટે પશ્ચિમ રેલવે મંડળે પ્લેટફોર્મ ટિકિટની કિંમત રૂપિયા 10થી વધારીને રૂપિયા 50 કરી છે. પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઊંચા હોવાથી રેલવે પ્લેટફોર્મ પર વધારાની ભીડને ખાળી શકાય. જે હેતુસર રેલવે મંડળે પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારી દીધી છે અને તેનો અમલ પણ કરી દીધો છે.
ગુજરાતમાં કોરોના ઈફેક્ટ: રેલવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત રૂપિયા 10થી વધારી રૂપિયા 50 કરાઈ - રેલવે પ્લેટફોર્મની ટિકીટ
કોરોના વાયરસ સામે સુરક્ષાના ભાગરૂપે ભારતીય રેલવે મંડળે રેલવે પ્લેટફોર્મની ટિકિટના ભાવમાં પાંચ ગણો વધારો કરી દીધો છે. પ્લેટફોર્મ ટિકિટનો કિંમત રૂપિયા 10થી વધારીને રૂપિયા 50 કરી દેવાઈ છે.
રેલવે પ્લેટફોર્મ પર પોતાના સગાસંબધીઓને મુકવા માટે લોકો મોટી સંખ્યામાં આવતાં હોય છે, ત્યારે પ્લેટફોર્મ અને રેલવે સ્ટેશન પર વધુ ભીડ થાય છે. જેને લઈને રેલવેએ નિર્ણય કર્યો છે. પ્લેટફોર્મની ટિકીટની કીમત વધારે હશે તો લોકો પ્લેટોફોર્મ પર ઓછા આવશે અને કોરોના જેવા ચેપી રોગથી બચી શકાશે. બીજુ ભારતીય રેલવે દ્વારા તકેદારીના ભાગરૂપે ટુવાલ, નેપકીન ડિસ્પોઝલ આપવામાં આવે છે, તે ઉપરાંત ટ્રેનના કોચના પડદા અને ધાબળા પણ હટાવી દેવામાં આવ્યા છે. જેથી વાયરસ ફેલાય નહી.
કોરોના વાયરસ સામે સુરક્ષાના ભાગ રૂપે ભારતીય રેલવે મંડળે રેલવે પ્લેટફોર્મની ટિકીટના ભાવમાં ચાર ગણો વધારી દીધો છે. પ્લેટફોર્મ ટિકીટની કીમત રૂપિયા 10થી વધારીને રૂપિયા 50 કરી દેવાઈ છે. આ નવા દર મધ્યરાત્રિથી અમલી બન્યા છે.