અમદાવાદ ગુુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના ચૂંટણી (Gujarat Assembly Election 2022)પ્રચારનો આજથી શુભારંભ થયો છે. રાહુલ ગાંધી અમદાવાદમાં કાર્યક્રમ દ્વારા વિધાનસભાની ચૂંટણી પ્રચારના (Rahul Gandhi Gujarat Visit )શ્રીગણેશ કરાવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલન આયોજિત કરાયું છે. જેમાં રાહુલ ગાંધી બુથ સ્તરના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું સાથે જ ગુજરાતની જનતા( Gujarat Congress)માટે વચનોના વાયદા પણ આપ્યા હતા.
કોંગ્રેસના 52000 બુથ કાર્યકરોને સંબોધનરાહુલ ગાંધીએ કોંગ્રેસના 52000 બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે આખા ગુજરાતમાંથી અહીં આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા છે. મતલબ ગુજરાતના દરેક ગામ અને ખૂણાથી હજારો બબ્બર શેર અહીં આવ્યા છે અને આ જે બબ્બર શેર છે તે એક વિચારધારા માટે લડે છે. આ સામાન્ય બબ્બર નથી જે કોઈપણ વસ્તુ માટે લડે. આ વિચારધારાની લડાઈ લડે છે. તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં 25 વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં છે. તમારી લડાઈ રાજકીય પાર્ટી સાથે નથી, આ લડાઈ કોંગ્રેસ-ભાજપ વચ્ચેની નથી. સૌથી પહેલા સમજો કે તમે શાની વિરુદ્ધ લડો છો.
ગુજરાતની જનતા માટે વચનોના વાયદારાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી મૂર્તિ બીજેપીએ બનાવી. સરદાર પટેલ કેમ લડ્યા, શા માટે લડ્યા, કેવી રીતે લડ્યા તે ન જાણ્યું. સરદાર પટેલ એક વ્યક્તિત્વ ન હતા, તેઓ હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. તેઓ ખેડૂતોના હિત માટે કામ કરતા. સરદાર પટેલ વગર અમૂલ પેદા થઈ શક્તુ ન હોત. એક તરફ બીજેપી તેમની મૂર્તિ ઉભી કરે છે, અને બીજી તરફ જે એવા કાયદા લાવ્યા જે ખેડૂતોની વિરુદ્ધમાં હોય. ત્રણ કાયદા લાવ્યા, જેની સામે ખેડૂતો લડ્યા. અને ભાજપનું કહેવુ છે કે ખેડૂતો માટે લડે છે. બધાનું વ્યાજ માફ થશે, પરંતું ખેડૂતોનું નહીં થાય. સરદાર પટેલ હોત તો કોનું વ્યાજ માફ થાત. એક તરફ મૂર્તિ બનાવે છે, અને બીજી તરફ તેમની જ વિચારધારા પર આક્રમણ કરે છે.
ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ કરીશુંતેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસની જ્યાં પણ સરકારમાં આવી એ રાજ્યોમાં ખેડૂતોનું દેવુ માફ કર્યું છે. અહીં પણ અમે ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ કરીશું. ગુજરાતની તમામ સંસ્થાઓને બીજેપીએ કેપ્ચર કરી છે. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે. બધા પ્રકારનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટથી નીકળી રહ્યું છે, પરંતુ સરકાર કોઈ કાર્યવાહી નથી કરી રહી. આ માટે શું કારણ છે. દર બે-ત્રણ મહિનામાં મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ મળે છે જે ગુજરાતના યુવા અને ભવિષ્યને નષ્ટ કરે છે. કોઈને કોઈ કારણ તો હશે જ જો કોઈ ગરીબના ઘરમાં ડ્રગ્સ મળે તો જેલભેગા કરાય છે. પરંતુ હજારો કરોડોનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટ પર મળે તો પોલીસ કોઈ કાર્યવાહી નહિ કરે ગુજરાત મોડલમાં બે ચાર ઉદ્યોગપતિઓનું રાજ છે. આ ઉદ્યોગપતિઓને જે પણ જમીન જોઈએ બે મિનિટમાં સરકાર આપે છે. પરંતું ગુજરાતનો ગરીબ-આદિવાસી હાથ છોડીને જમીન આપે તો કંઈ મળતુ નથી.
વીજળીનો ભાવ ગુજરાતમાં સૌથી વધુરાહુલ ગાંધીએ કહ્યું કે વીજળીનો ભાવ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ છે. તમારા ખિસ્સામાંથી નીકળેલા રૂપિયા એ જ બે-ત્રણ ઉદ્યોગપતિઓ પાસે જાય છે. વર્ષોથી અહી લોકતંત્ર પર આક્રમણ થઈ રહ્યું છે. કોઈ બોલી શક્તુ નથી. ગુજરાતમાં આંદોલન માટે પરમિશન લેવી પડે છે. જેની વિરુદ્ધ આંદોલન કરશો તેની પાસેથી જ પરમિશન માંગવી પડે છે. જો હિન્દુસ્તાનના કોઈ વ્યક્તિને વેપાર સમજવો હોય તો ગુજરાત તેને શીખવાડી શકે છે. પરંતુ ગુજરાતની સ્ટ્રેન્થ, કોમ્પિટિટીવ એડવાન્ટેજ નાના અને મધ્યમ વેપાર હતા.