ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ આજથી શરૂ કરશે ઝંઝાવતી પ્રચાર, રાહુલ ગાંધીની જાહેરસભાની તડામાર તૈયારી - PM Modi Campaign for Gujarat

રાજ્યમાં ચૂંટણી માટે (Gujarat Election 2022) ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે (ગુરૂવારે) છેલ્લો દિવસ હતો. ત્યારે હવે ભાજપે પહેલા તબક્કાના પ્રચાર માટે કેન્દ્રિય પ્રધાનોની ફોજ મેદાનમાં ઉતારી (BJP Campaign for Gujarat Election) છે. તો કૉંગ્રેસ રાહુલ ગાંધીની સભા (Rahul Gandhi Public Meeting in Rajkot) રાજકોટમાં યોજવા તૈયારીઓ કરી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીનો પ્રચાર યથાવત્ રહ્યો છે. ETV Bharatનો સ્પેશિયલ ઓવરઓલ ન્યૂઝ રિપોર્ટ.

ભાજપ આજથી શરૂ કરશે ઝંઝાવતી પ્રચાર, રાહુલ ગાંધીની જાહેરસભાની તડામાર તૈયારી
ભાજપ આજથી શરૂ કરશે ઝંઝાવતી પ્રચાર, રાહુલ ગાંધીની જાહેરસભાની તડામાર તૈયારી

By

Published : Nov 18, 2022, 8:37 AM IST

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) પહેલા તબક્કા પછી હવે બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 999 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. બીજા તબક્કાની યાદી સત્તાવાર રીતે જાહેર થઈ નથી. જોકે, મોડીરાત્રે જાહેર થવાની શક્યતા છે.

કેન્દ્રિય નેતાઓની ફોજ પ્રચાર કરશેભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે (CR Patil BJP State President) જણાવ્યું હતું કે, આજથી (18 નવેમ્બર)થી કેન્દ્રિય પ્રધાનો ગુજરાતના ચૂંટણીના મેદાનમાં ઉતરશે અને ઝંઝાવાતી પ્રચાર (BJP Campaign for Gujarat Election) કરશે. 19 નવેમ્બર અને 20 નવેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેઓ પણ ચૂંટણી સભાઓ ગજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારા માટે બહ્માસ્ત્ર (PM Modi Campaign for Gujarat) છે.

રાહુલ ગાંધી 21થી ત્રણ દિવસ ગુજરાતમાંબીજી તરફ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી 21 નવેમ્બરે રાજકોટમાં સભા કરશે, અને ત્યાર પછી રાહુલ ગાંધી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે (Rahul Gandhi Public Meeting in Rajkot) રહેવાના છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર સતત ચાલુ રહ્યો છે, ભાજપ (BJP Campaign for Gujarat ), કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 182 ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે, હવે આવતીકાલથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો (BJP Campaign for Gujarat Election) પ્રારંભ થશે. ઉમેદવારો ઘરેઘરે ફરીને મતદારોને રીઝવશે, અને મત આપવા અપીલ કરશે.

હાઈવોલ્ટેજ ડ્રામાનો અંતગઈકાલના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ (Kanchan Jariwala AAP Leader) સુરત પૂર્વની બેઠક પરથી ઉમેદવારી પત્ર પાછુ ખેંચ્યું હતું. અને તે હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવી ગયો છે. કંચન જરીવાલાએ આમ આદમી પાર્ટીને ખોટી ઠેરવી હતી, અને આજે તેમણે કૉંગ્રેસ પર સીધો આક્ષેપ કર્યો હતો. જો કે કંચન જરીવાલાના ઘર પર હજી અરવિંદ કેજરીવાલનું બેનર લાગેલું જોવા મળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details