ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધી આશ્રમ પહોંચ્યા રાહુલ ગાંધી, કર્યા બાપુને નમન - Gujarat Assembly Election 2022

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રિવરફ્રન્ટ ખાતે બુથ લેવલના કાર્યકર્તા સંબોધીને સાબરમતી ખાતે આવેલ ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા હાજરી આપી હતી. આ દરમિયાન રાજસ્થાન મુખ્ય પ્રધાન અશોક ગહેલોત જણાવ્યું હતું કે, ગુજરાત લોકશાહીને નાબૂદ કરવામાં આવી રહી છે. (Rahul Gandhi Gujarat Visits)

ગાંધી આશ્રમ પહોંચ્યા રાહુલ ગાંધી
ગાંધી આશ્રમ પહોંચ્યા રાહુલ ગાંધી

By

Published : Sep 5, 2022, 8:00 PM IST

અમદાવાદ : આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઈ રહી છે. ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓએ ગુજરાત પ્રવાસ શરૂ કરી દીધા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત વિધાનસભાની તૈયારીના ભાગ રૂપે આજે સોમવારે ગુજરાત પ્રવાસે આવ્યા હતાં. આ દરમિયાન તેમણે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી. (Rahul Gandhi Gujarat Visits)

લોકતંત્રની હત્યા : રાજસ્થાન મુખ્ય પ્રધાન અશોક ગહેલોત જણાવ્યું હતું કે, દેશમાં અને ગુજરાત લોકશાહીને નાબૂદ કરવામાં આવી રહી છે. દેશમાં આજે ભાજપના શાસનમાં લોકશાહી હત્યા કરવામાં આવી રહી છે. જેના પગલે કોંગ્રેસ લોકશાહીને બચાવવા માટે ભારત જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જે ભાગરૂપે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.

ગાંધી આશ્રમ પહોંચ્યા રાહુલ ગાંધી

10 લાખ યુવાનોને રોજગાર :રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવીને અનેક વાયદા કરવામાં આવ્યા હતા. જેમાં 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, આ ઉપરાંત ખેડૂતોને 3 લાખ સુધીના દેવા માફ, 300 નવી અંગ્રેજી માધ્યમની શાળા, 500 રૂપિયામાં રાંધણ ગેસનો બાટલો, ગુજરાતના 10 લાખ બેરોજગાર યુવાનોને રોજગાર અને કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. (Rahul Gandhi Announcement )

125 સીટ જીતવાનો લક્ષ્યાંક :ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે, ત્યારે 2017ની ચૂંટણી ગુજરાત થોડાક અંતર માટે સત્તાથી દૂર રહ્યા હતા, પરંતુ આ વખતે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત 125 સીટ જીતવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોંગ્રેસના અનેક નેતાઓ પોતાના પક્ષમાં નારાજગી વ્યક્ત કરી અન્ય રાજકીય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થવાને બદલે દિવસેને દિવસે તૂટી રહી છે. જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણી ભારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details