ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાતીચોળ અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા આજ સમગ્ર દેશવ્યાપી મુહિમ કરવામાં આવી જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સાંસદ પદ સદસ્યતા રદ થવાનો મામલો છે. અમદાવાદમાં પણ ગુજરાત કોંગ્રેસે આ કાર્યક્રમ કર્યો. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય પ્રધાન રઘુ શર્મા સહિતના નેતાઓએ ભાજપ સરકારને આડેહાથ લેતાં કેટલાક આક્ષેપ કર્યાં હતાં.
કોંગ્રેસ રાતીચોળ : અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ નેતા જગદીશ ઠાકોર તેમજ રાજસ્થાનના પૂર્વ આરોગ્ય પ્રધાન રઘુ શર્મા દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહી ખતમ થઈ રહી છે. જો કોઈ સરકાર સામે સવાલ ઊભા કરે તો તેમની સામે ED ના સવાલો ઉભા કરવામાં આવે છે.
આ પણ વાંચો Rahul Gandhi Responds to Notice: સરકારી આવાસ ખાલી કરવા મુદે રાહુલે કહ્યું- બંગલા સાથે જોડાયેલી યાદોને ક્યારેય નહીં ભૂલું
ચોક્કસ વસ્તુની બદનક્ષી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા બે વર્ષ કેદની સજા ફટકાર્યા બાદ લોકસભામાંથી સાંસદ પદ પણ તેમને ગુમાવવું પડ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્ય અને દેશની અંદર ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા તમામ જિલ્લાઓમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.કોંગ્રેસે કહ્યું કે ચોક્કસ વસ્તુની બદનક્ષી હોવી જોઈએ તમે વ્યાપક મુદ્દા વિશે બદનક્ષી નક્કી કરી શકતા નથી.
લોકશાહી ખતમ કરી નાખી : કોંગ્રેસનું જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે જ્યારથી દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે. ત્યારથી લોકશાહી ખતમ કરી નાખવામાં આવી છે. કોઈને પોતાના વિચારો પણ રજૂ કરવા દેવામાં આવતા નથી. રાજકીય પાર્ટીઓ પણ સરકાર સામે અવાજ ઉઠાવે તો તેને બંધ કરી દેવામાં આવે છે. આજ અવાજ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ ઉઠાવી રહ્યા હતા. કોંગ્રેસ સવાલ ઉઠાવે ત્યારે ED દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે. સોનિયા ગાંધીને બોલાવવામાં આવ્યા અને સોનિયા ગાંધી એ વખતે બીમાર હોવા છતાં તેમને બીજી મુદત આપવામાં આવી ન હતી. તેમને બોલાવવામાં આવ્યા હતા અને તેમને કલાકો સુધીની ઓફિસમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. તે પ્રમાણે રાહુલ ગાંધીને પણ ED દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી ઓફિસમાં બેસાડી રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો Gujarat Assembly: રાહુલ ગાંધીના મામલાને લઈ કોંગ્રેસના MLAs કાળા કપડામાં ગૃહમાં આવ્યા, તમામ સસ્પેન્ડ
દેશની સરહદો સુરક્ષિત નથી : જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે નોટબંધી કાળુ નાણું કે GSTમાં વધારોને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલો ઉઠાવ્યા હતા. સરકાર દ્વારા કોરોના લોકડાઉન લગાવીને પણ દેશની જનતાને મુશ્કેલીમાં મૂકી હતી. દેશમાં 700 ખેડૂતો શહીદ થઈ ગયા છે. અને ખેડૂતોના અવાજ ઉઠાવવામાં આવે ત્યારે પણ તેમના અવાજો દબાવવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આજે દેશની સરહદો પણ સુરક્ષિત નથી કોઈ પણ પ્રકારનું યુદ્ધ થતું ન હોવા છતાં પણ દેશના હજારો સૈનિકો શહીદ થઈ રહ્યા છે.
વિશ્વનું સૌથી મોટું કૌભાંડ થયું : વિશ્વનું સૌથી મોટું આર્થિક કૌભાંડ પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ગૌતમ અદાણી અને સાથેના સંબંધોને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વધુમાં આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીને પણ એ જ સવાલો છે કે ગૌતમ અદાણીને કેટલી વખત વિદેશ યાત્રા ઉપર લઈ જવામાં આવ્યા છે તેનો પણ જવાબ સરકાર આપવો જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે ગૌતમ અદાણીને દેશના અનેક બંદરો આપવામાં આવ્યા હતાં. તેમાંથી કોઈ શરતનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે જ સૌથી મોટો પ્રશ્ન છે.
સંસદમાં બોલવાનો હક નથી : રઘુ શર્માએ જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત થયું છે કે કોઈ સંસદને પોતાનો બોલવાનો હક નથી. આ ઉપરાંત રાહુલ ગાંધીના પર સરકારના ચાર પ્રધાનો દ્વારા પણ અલગ અલગ આક્ષેપો નાખવામાં આવ્યા હતા. તેને લઈને પણ સંસદમાં પોતાનો જવાબ રજૂ કરવા માટે મંજૂરી માગી હતી. પરંતુ સંસદ દ્વારા તેમની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. જણાવ્યું હતું કે દેશની અંદર લોકશાહીનો નાશ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ લોકશાહીને બચાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે અને પ્રજાના પ્રશ્નોને વાચા પણ આપી રહી છે.