કોંગ્રસ નેતાઓએ પ્રતિક્રિયા આપી અમદાવાદ: રાહુલ ગાંધી સામે મોદી અટક બદનક્ષી કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે. રાહુલ ગાંધીએ મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને કોઈ રાહત મળી નથી. કોર્ટે અવલોકન કરતા કહ્યું કે, નીચેલી કોર્ટના જજમેન્ટ હાઇકોર્ટને દખલગીરી કરવુ યોગ્ય નથી લાગતું. આ મામલે રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી છે.
રાહુલ ગાંધીને સલાહ: આ મામલે કેસ નોંધાવનાર પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ કોર્ટના આદેશનો સ્વીકાર કરવો જોઈએ. તેમને રાહુલ ગાંધીને સલાહ આપતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનો આવા નિવેદનો કરવાનો ઇતિહાસ રહ્યો છે. મોદી સરનેમ કેસમાં પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા: ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચુકાદો 80-90 પેજનો છે. અમારા વકીલ અભિષેક મનુ સિંઘવી આ ચુકાદાનો અભ્યાસ કરશે અને ત્યારબાદ બપોરે 3 વાગે AICCની સત્તાવાર પ્રતિક્રિયા આપશે. આ ઉપરાંત તેમને સુપ્રીમ કોર્ટમાં પણ જવાની વાત કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્યના આક્ષેપ: કોંગ્રેસ નેતા અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે જે દિવસે મોદીજી અદાણીના સંબંધો તેમજ ભાગીદારી પર પ્રશ્નો ઉઠાવ્યા, જે દિવસે દેશની મહિલાઓ પર અત્યાચાર સામે અવાજ ઉઠાયો, જે દિવસે દેશની સરહદો પર પાકિસ્તાનને ચીનનાની સીમાની સુરક્ષા પર સરકાર પાસે જવાબમાં ગયા એ દિવસથી આ દેશની જ તાનાશાહી સરકારએ નક્કી કર્યું કે રાહુલજીને સંસદમાં બોલવા દેવામાં ના આવે અને પાર્લામેન્ટમાં આવા દેવામાં ના આવે એના જ ભાગ સ્વરૂપે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા:કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસના વકીલ દ્વારા સ્ટેની માંગણી કરવામાં આવી હતી અને તેની દલીલો પણ કરવામાં આવી હતી પરંતુ જે પ્રમાણે કોંગ્રેસ અપેક્ષા રાખી હતી. તે મુજબનો ચુકાદો આવ્યો નથી. લોકશાહીને ખતમ કરવાવાળી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની સરકારે રાહુલ ગાંધી ઉપર જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા કેશો દાખલ કરીને રાહુલ ગાંધીને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રાજ્યસભાની અંદર અદાણી મુદ્દે સવાલો કરવામાં આવ્યા હતા. કાળુ નાણું લઈને ભાગી ગયેલા લોકો સામે પણ સવાલો કરવામાં આવ્યા હતા. દેશની બેંકોને ખતમ કરવાની વાતો કરવામાં આવી રહી હતી. તે મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેના કારણે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી માફી માગશે નહીં પણ દર્શને પરંતુ લોકશાહી બચાવવા માટે તે પોતાના પ્રયત્નો ચાલુ રહેશે અને જે ગુજરાત હાઇકોર્ટ આજે ચુકાદો આપ્યો છે તેનો અમે સુપ્રીમ કોર્ટમાં આ કેસને પટકારીશું.
ડીકે શિવકુમારનું નિવેદન:આ મામલે કર્ણાટકના ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ન્યાય ન મળ્યો તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ લોકશાહીની હત્યા છે. આખો દેશ અને વિપક્ષી પાર્ટીઓ રાહુલ ગાંધીની પડખે છે. તેઓ એક મહાન નેતા છે જે સમગ્ર દેશમાં લડી રહ્યા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણય બાદ રાહુલ ગાંધી વધુ મજબુત થશે.
ભાજપના નેતાનો તંજ: બીજેપી નેતા શહેઝાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને આજે ફરી એકવાર આંચકો લાગ્યો છે. સેશન્સ કોર્ટ બાદ ગુજરાત હાઈકોર્ટે પણ તેમને અરીસો બતાવ્યો હતો. તેઓ ઓબીસી સમુદાયનું અપમાન કરે છે અને પછી માફી માંગવાને બદલે, તેઓ ઘમંડથી કામ કરે છે. રાહુલ ગાંધીએ ઓબીસી સમુદાયની માફી માંગવી જોઈએ.
- High Court Verdict on Rahul Gandhi: માનહાનિ કેસમાં હાઈકોર્ટ અરજી ફગાવી દીધી
- Teesta Setalvad: તિસ્તા સેતલવાડની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી, સંજીવ ભટ્ટના વકીલે દસ્તાવેજ માગ્યા