ગુજરાત

gujarat

ETV Bharat / state

રાહુલ ગાંધી CWCની બેઠકમાં વ્યસ્ત હોવાથી મેટ્રો કોર્ટે 11મી ઓક્ટોબરે હાજર થવા માટે કર્યું ફરમાન

અમદાવાદ: વર્ષ 2019 લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જબલપુરની રેલીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને પાર્ટીની ગરિમાને નુકસાન થાય તેવા શબ્દો કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા સમન્સ પાઠવામાં આવ્યું હતું. જે સંદર્ભે શુક્રવારે તેમને હાજર થવાનો ફરમાન હતો, પરંતુ રાહુલ ગાંધી CWCની બેઠકમાં વ્યસ્ત હોવાથી હાજર રહી ન શકતા કોર્ટે 11મી ઓક્ટોબરના રોજ હાજર થવાનો આદેશ કર્યો છે.

By

Published : Aug 9, 2019, 4:41 PM IST

etv bharat ahmedabad

અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જેની બજવણી થતા તેમને 9મી ઓગસ્ટના રોજ કોર્ટ સમક્ષ હાજર થવાનો ફરમાન હતો. પરંતુ કોંગ્રેસના વકીલ પંકજ ચાંપાનેરી અને ઈકબાલ શેખ દ્વારા શુક્રવારે મેટ્રો કોર્ટમાં એક્ઝશન અરજી દાખલ કરતા અરજદારના વકીલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ એક્ઝશન અરજીમાં રાહુલ ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) બેઠકમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શકયા નથી તેવી રજુઆત કરતા અરજદાર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટના વકીલ અજીતસિંહ જાડેજાએ એક્ઝશન અરજી સામે વાંધો ઉઠાવતા દલીલ કરી હતી. જેમાં રાહુલ ગાંધીની ગેરહાજરી માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું કારણ આપવામાં આવ્યું છે. જો કે, ખરેખર આ બેઠક યોજાય છે કે, કેમ એ અંગે કોઈ જ પુરાવા રજુ કરવામાં આવ્યા નથી.

રાહુલ ગાંધી CWCની બેઠકમાં વ્યસ્ત હોવાથી મેટ્રો કોર્ટે 11મી ઓક્ટોબરના રોજ હાજર થવાનો ફરમાન કર્યો

મેટ્રો કોર્ટ મેજિસ્ટ્રેટ ડી.એસ ડાભીએ બંને પક્ષની રજુઆત બાદ કોંગ્રેસ તરફે રજુ કરાયેલી એક્ઝશન અરજીને માન્ય રાખી વધુ સુનાવણી 11મી ઓક્ટોબરે નિયત કરી છે. કોંગ્રેસના વકીલ દ્વારા કેસના તમામ પેપરની કોપી અંગ્રેજીમાં પુરી પાડવાની માંગ પણ કોર્ટે માન્ય રાખી હતી. મધ્યપ્રદેશના જબલપુરમાં અમિત શાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને બે વખત સમન્સ પાઠવ્યા હતા. પહેલા સમન્સની બજવણી ન થતા મેટ્રો કોર્ટે બીજી વખત સમન્સ પાઠવી રાહુલને હાજર થવાનું ફરમાન કર્યુ હતું.

અરજદાર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટના વકીલે જણાવ્યું હતું કે, ગત 24મી એપ્રિલના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં આપાયેલા વિવાદાસ્પદ નિવેદને સમગ્ર ભારતમાં પ્રસારીત કરાતા અને સ્થાનિક અખબારમાં છપાતા બદનકક્ષીની ફરિયાદ અમદાવાદની મેટ્રો કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેને કોર્ટે માન્ય રાખતા રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું. અરજદાર કૃષ્ણકાંત બ્રહ્મભટ્ટના વકીલ પ્રકાશ પટેલે કોર્ટમાં રજુઆત કરતા સુપ્રીમ કોર્ટના કેટલાક જજમેન્ટને ટાકીને દલીલ કરી હતી. જેવો સ્વીકાર કરીને કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું.

કોર્ટે અરજદારના વકીલને પુછ્યું કે વિવાદાસ્પદ નિવેદન મધ્ય પ્રદેશના જબલપુરમાં આપવામાં આવ્યું છે. કેસ અમદાવાદ કેમ દાખલ કરવામાં આવ્યું છે. જેના જવાબમાં અરજદારના વકીલ અજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે, અરજદાર ખાડિયા બેઠકથી ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચુક્યાં છે. જ્યારે ગુજરાતના મોટાભાગના સમાચાર પત્રો અને ચેનલ પર વિવાદાસ્પદ નિવેદન પ્રસારિત કરવામાં આવ્યું હતું. જેમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ , વાહ ક્યાં શાન હે જેવા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કોર્ટે આ મમાલે અરજદારને ભાજપ સાથે જોડાયેલા હોવાના પુરાવવા રજુ કરવાનો આદેશ કર્યો હતો.

ફરિયાદી અને ભાજપના પૂર્વ કોર્પોરેટર ક્રિષ્ણવદન બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો છે કે, અમિત શાહ વિરૂધના કેસમાં ગુનો સાબિત થયો નથી. લોકસભાની ચુંટણી દરમિયાન કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના જબલપુરમાં કરેલી રેલીમાં અમિત શાહ વિરૂધ પ્રહારો કરતા કહ્યું કે, હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ , વાહ ક્યાં શાન હે જેવો વિવાદાસ્પદ નિવેદન આપ્યો હતો. જ્યાર બાદ આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ અંગેના લેખ પણ સમાચાર પત્રોમાં પ્રકાશિત કરવામાં આવ્યા હોવાનું અરજદારે આક્ષેપ કર્યો હતો.

રાહુલ ગાંધીના વિવાદાસ્પદ બોલ ખોટા અને તથ્યહિન છે. આ પ્રકારના નિવેદનથી અમિત શાહ અને ભાજપનું અપમાન થયું હોવાથી તેમની વિરૂધ બદનક્ક્ષીનો કેસ દાખલ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details