પ્રાપ્ત વિગતો મુજબ, તે પ્રેસ કોન્ફરન્સમાં તેમને જનતાનો તેમજ કાર્યકર્તાઓનો આવી ગરમીમાં પણ ઉત્સાહ પૂર્ણ રીતે મતદાન કરવા બદલ આભાર માન્યો હતો.
ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, CM રૂપાણીએ લોકોનો આભાર માન્યો - politics
અમદાવાદ: આજે સમગ્ર રાજ્યમાં શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે, ત્યારે આ વખતે મતદાનમાં ગરમીને લીધે થોડા ઘણા અંશે મતદાન ઓછું થયું હોય તેવું પણ લાગી રહ્યું છે. અંદાજિત સમગ્ર રાજ્યમાં 62.36 ટકા જેટલું મતદાન થયું છે. જેને લઈને CM વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફેરન્સનું આયોજન કર્યું હતું.
સ્પોટ ફોટો
તેમજ લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ રાખ્યો છે જેને લઈને લોકસભાની ગુજરાતની 26 બેઠકો ઉપર ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમને જણાવ્યું હતું કે, હવે પરિણામ આવશે તેની ઇંતજારી પણ રહેશે પણ મોટાભાગનું કામકાજ મતદાન પૂર્ણ થયું છે.