જેમાં શહેરના ફોટોગ્રાફર વિવેક દેસાઈ કે, જેણે પોતાને ‘લેન્સ-મેન’ તરીકે નામ આપ્યું છે. તેઓેએ એક્સહિબીશનનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ બનારસને ફોટોગ્રાફ્સમાં કેદ કર્યું હતું. તેમજ અંદાજે 200 જેટલા ફોટોગ્રાફ્સમાં બનારસને કેદ કર્યું હતું.
અમદાવાદના ફોટોગ્રાફરના કેમેરામાં સુંદર રીતે કેદ થયું બનારસ
અમદાવાદ: શહેરને હેરીટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં આવેલા નવરંગપુરા વિસ્તારમાં આર્ચર ગેલેરી ખાતે એક્સહિબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફોટોગ્રાફર વિવેક દેસાઈ આ ફોટો સંગ્રહને લઈને કહે છે કે, ‘બનારસ- ધ શ્વાસ લેગસી’ ફોટોગ્રાફ્સનો એક ઉત્તમ સંગ્રહ છે. જેના દ્વારા હું તમને નાની ગલીઓ અને ઘાટ તરફ લઈ જાઈશ જે બનારસથી કાશીમાં પરિવર્તિત થાય છે. તેઓ જણાવે છે કે," ૧ જાન્યુઆરી 2001 ના રોજ જયારે બનારસની ધરતી પર પગ મુક્યો ત્યારે ખબર નહોતી કે આ યાત્રા એક આધ્યાત્મિક વાંકું સાથે ગૂંથાતી જશે. બનારસ સચ્ચાઈ અને સપનાની વચ્ચે ક્યાંક વસતું શહેર છે. બનારસને સમજવું અઘરું છે. બનારસના ચાર રસ્તે જિંદગીની ઈચ્છાઓ ગોળ ગોળ ફર્યા કરે છે. કોઈ એને પકડી લે છે તો કોઈ ખાલી હાથે પાછો ફરે છે"
આમ આ બાબતે ફોટોગ્રાફર વિવેક દેસાઈએ તેના અનુભવો વર્ણવ્યા હતા. તેમજ આ એક્સહિબીશનમાં ૨૦૦ ફોટોગ્રાફ્સ છે. જેમાં આખું બનારસ કેદ થયું છે. આ એક્સહિબીશન ૩૧ મે સુધી સવાર ના ૧૧ થી સાંજ ના ૭ સુધી ખુલ્લું રહેશે.