શહેરની હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ અને કોર્પોરેશને શહેરમાં તમામ દબાણો અને ટ્રાફિકની સમસ્યા દૂર કરી હતી.એક બાદ એક શહેરના તમામ વિસ્તારોમાં દબાણો અને ટ્રાફિકને અડચરરૂપ તમામ જગ્યાઓ પર પોલીસ અને કોર્પોરેશને કાર્યવાહી કરી હતી. ત્યારે શહેરના પાંચકુવા વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યા કેટલાય સમયથી ચાલતી હતી. જેને લઈને પોલીસ અને કોર્પોરેશને નોટિસ પણ આપી હતી.
અમદાવાદના પાંચકુવામાં ટ્રાફિક કરતી દુકાનોને કરાઇ સીલ - Shop seal
અમદાવાદઃ શહેરના પાંચકુવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. જેને લઈને પોલીસે દુકાનદારોને દબાણ દૂર કરવા અગાઉ નોટિસ આપી હતી, પરંતુ દુકાનોને કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો ન થતા પોલીસે અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને 14 દુકાનો સીલ કરી હતી. દુકાનો સીલ કરાતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો.
દુકાનદારોએ દુકાનનો સામાન રસ્તા પર જ મુક્તા હતા, જેને લઈને પોલીસ અને કોર્પોરેશન વિભાગ દ્વારા 14 જેટલી સાયકલની દુકાનો સીલ કરવામાં આવી હતી અને કેસ કરવામાં આવ્યો હતો. દુકાનો સીલ કરવાની કામગીરી દરમિયાન દુકાનદારોએ કોર્પોરેશનના અધિકારીઓ સાથે રજૂઆત પણ કરી હતી, પરંતુ કોર્પરેશન દ્વારા તમામ અડચરરૂપ અને દબાણ કરી દુકાનો સીલ કરવામાં આવી હતી.
દુકાનો સીલ કરવા માટે કોર્પરેશનના અધિકારી પહોંચ્યા ત્યારે કોઈ પણ અનિચ્છીનય બનાવ ન બને તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.એસીપી,પીઆઇ સહિતના અધિકારી અને 100 જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્તના ભાગ રૂપે હાજર રહ્યા હતા.