ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્લ્ડ નો ટોબેકો ડેઃ સ્વસ્થ જીવનશૈલીના ઉદેશ્ય સાથે બાઇક રેલીનું આયોજન - who

અમદાવાદ:'નો ટોબેકો ડે' પ્રસંગે તમાકુના વપરાશ અંગે ચિંતા વ્યક્ત કરવાનો એક અનોખો અને રચનાત્મક માર્ગ પસંદ કરીને કેડિલા ફાર્માસ્યુટિકલ્સ  લિમિટેડ અને નોવોટેલહોટેલ એન્ડ રિસોર્ટ્સેમોટરબાઈક રેલીને લીલી ઝંડી આપી હતી. આ રેલીનો ઉદ્દેશ લોકોને તમાકુ વેચતા અને ખરીદતા અટકાવવાનો તથા તંદુરસ્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

અમદાવાદ:

By

Published : May 31, 2019, 7:06 PM IST

દુનિયામાં તમાકુને કારણે થતાં મોતને ધ્યાનમાં લઈએ તો ભારત સમગ્ર દુનિયામાં તમાકુના વપરાશમાં બીજા નંબરે આવે છે. વિશ્વમાં તમાકુથી થતા મોતમાં છઠ્ઠા ભાગના મોત ભારતમાં થાય છે. આ કુટેવ પાછળ થતાં અતિશય ખર્ચ ઉપરાંત તે ઝડપથી રોગ અને ગરીબી તરફ દોરી જાય છે તથા તેની સારવાર માટેનો ખર્ચ પણ વધતો જાય છે.

આ ઉપરાંત સામાન્યરીતે તમાકુ માટે જે ખર્ચ કરવામાં આવે છે તે આહાર અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતોને ભોગે કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અંદાજ મુજબ તમાકુ સાથે સંકળાયેલા રોગોને કારણે થતાં મોતમાં 2020 સુધીમાં 13.3 ટકા સુધીનો વધારો થશે અને 2020 સુધીમાં ભારતમાં અંદાજે 15 લાખ લોકોના આવા રોગોને કારણે મોતનો ભોગ બનશે.

અમદાવાદમાં વર્લ્ડ નો ટોબેકો ડે નિમીતે લોકોને તમાકુ ના ખાવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવાના ઉદેશ્ય સાથે યોજવાય બાઈક રેલી

ABOUT THE AUTHOR

...view details