લંડનમાં ગુજરાતી સિંગર ગીતા રબારીએ લોકો સાથે કરી PM મોદીની જીતની ઉજવણી - visit
અમદાવાદઃ આખા વિશ્વમાં અત્યારે નરેન્દ્ર મોદીના વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે 'કચ્છી કોયલ' તરીકે ઓળખાતા ગીતા રબારી હાલ લંડનના પ્રવાસે છે. લંડનમાં વસતા ગુજરાતી લોકોએ ગીતાબેન સાથે રસ્તા પર જીતની ઉજવણી કરી હતી. ગીતાબેનને જોવા તેમજ સાંભળવા માટે ભારી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા.
અમદાવાદ
પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ ગુજરાતની ‘કચ્છી કોયલ’ તરીકે ઓળખતા ગીતા રબારી લંડનના પ્રવાસે છે, ત્યારે ભાજપની ભવ્ય જીત થતાં લંડનમાં વસતા ગુજરાતીઓ સાથે ગીતા રબારીએ રસ્તા પર ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગીતાબેન જેટલા ગુજરાતમાં પ્રખ્યાત છે એટલા જ બહારના દેશોમાં પણ છે અને એમના ચાહકો પુરી દુનિયામાં છે. એમને એક મુખડું ગાઈને લોકોને તેમના અવાજ સાથે મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની સાથે ગુજરાતી હાસ્ય કલાકાર માયાભાઈ આહિર પણ જોવા મળ્યા હતા.