વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રગાન વંદેમાતરમને પોતાની કલમ દ્વારા નવું સ્વરૂપ આપ્યું છે. જેને જાણીતા સ્વરાકાર ડૉ.બિંદુબેન ત્રિવેદી દ્વારા ઉત્તમ સ્વરાંકનથી સુરમાયી બનાવવામાં આવ્યું છે. અનાવરણના પ્રસંગે અંધજન મંડળના પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ પોતાના કંઠ અને નૃત્ય દ્વારા આ ગીતને વહેતુ કરીને દિવ્યાંગજનોની દેશભક્તિનો એક ઉત્તમ શૈક્ષણિક પ્રયાસ રજુ કર્યો હતો.
વડાપ્રઘાન મોદીએ લખ્યું રાષ્ટ્રગાન, અમદવાદમાં પ્રજ્ઞાચક્ષુઓએ આપ્યો કંઠ
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રગાન વંદેમાતરમનું બીજુ સ્વરૂપ રજૂ કર્યુ છે. જેનું અનાવરણ અમદવાદના મેયર બીજલ પટેલ દ્વારા કરાયું છે. આ પ્રંસગે અમદાવાદના અંધજન મંડળ અને રાહ ફઉન્ડેશનના દિવ્યાંગોએ રાષ્ટ્રગાનના ગીત પર સુંદર પરર્ફોમન્સ આપ્યું હતું.
વડાપ્રઘાન મોદીએ લખ્યું રાષ્ટ્રગાન, અમદવાદમાં થયું અનાવરણ
રાષ્ટ્રગાન એ આપણી ગઇકાલ, આજ અને આવતી કાલને જોડતી સુવર્ણ કડી છે. જેના વિશે અંધજન મંડળના એક્સએક્યુટિવે સેક્રેટરી ડો. ભૂષણ પુરાણી જણાવે છે કે, " આ અભિગમ અને પ્રયાસ સમાજના બહોળા વર્ગ સુધી પહોંચાડવાના અમારા ઉદેશ્યના એ ભાગ રૂપે અમો એ આ 'વંદે માતરમ' ગીત યુ ટ્યુબ પર મુકવાનું નક્કી કર્યું છે."