અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરી એક વખત કેદી પાસેથી મોબાઇલ મળી આવ્યો છે. જેલમાં ઝડતી સ્કોડ ચેકિંગમાં હતો. તે દરમિયાન જેલમાં ત્રણ નંબર બેરેકમાં તપાસ કરતા 2 કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કાચા કામના કેદી રૂપેન્દ્રસિંઘે પાકા કામના કેદી ફારૂકની ડોલમાં ફોન છુપાવ્યો હતો .
અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળી આવ્યો, તંત્ર પર ઉઠ્યા સવાલ - Sabarmati Central Jail
અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ મળવાનો કિસ્સો યથાવત છે, ત્યારે જેલમાં કેદી પાસેથી વધુ એક મોબાઇલ મળી આવ્યો છે. જેલમાં કેદીઓ ફોન કેવી રીતે લઈ ગયા તેને લઈને જેલ તંત્ર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે બે કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
etv bharat amd
બંને કેદીઓ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેલમાંથી વારંવાર મોબાઈલ ફોન મળી આવતા જેલતંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, જેલમાં કેદીઓ પાસે મોબાઈલ કઇ રીતે પહોંચે છે. તેને લઈને જેલ તંત્ર પણ સવાલો ઉઠી રહ્યા છે.