ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Murder: અમદાવાદ શહેરમાં ફરી એકવાર જાહેરમાં હત્યાની ઘટના, કારણ જાણીને ચોંકી જશો - Ahmedabad Public murder

અમદાવાદ શહેરમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખાનપુરમાં જાહેર રોડ ઉપર એક યુવકની હત્યાનો બનાવ બન્યો છે. પૈસાની લેતી દેતીમાં જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા આ મામલે શાહપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

લગ્નમાં નોનવેજ લાવવા માટે આપેલા 20 હજાર પરત માંગતા જાહેરમાં હત્યા, CCTVમાં કેદ થઈ હત્યાની ઘટના
લગ્નમાં નોનવેજ લાવવા માટે આપેલા 20 હજાર પરત માંગતા જાહેરમાં હત્યા, CCTVમાં કેદ થઈ હત્યાની ઘટના

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 1:01 PM IST

Updated : Sep 21, 2023, 1:17 PM IST

ફરી એકવાર જાહેરમાં હત્યાની ઘટના

અમદાવાદ:શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. શાહપુર વિસ્તારમાં રહેતા નાવેદ હુસેન શેખ નામના યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તે ઘરેથી શેરબજારનું ટ્રેડિંગ કરે છે. તારીખ 20 મી સપ્ટેમ્બરના રોજ રાત્રીના 11:30 વાગે આસપાસ તે નાસ્તો લઈને બહાઈ સેન્ટર ચાર રસ્તા પાસે પહોંચ્યો હતો. તે વખતે તેના મિત્ર ફૈજાન ઉર્ફે દાનિશે તેને "ખાનપુર કોઈને છૂરી લગી, હૈ ચલ હમ દેખકે આવે" તેવું કહેતા નાવેદ હુસેન અને તેનો મિત્ર ફૈજાન એક્ટિવા લઈને ખાનપુર ઉસ્માની મંજિલ આગળ ગયા હતા.

"આ અંગે શાહપુર પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ માટેની તજવીજ હાથ ધરાઈ છે.--" શ્રીપાલ શેષ્મા (અમદાવાદ ઝોન 2 DCP)

લોહીલુહાણ હાલતમાં:લોકોનું ટોળું એકત્ર થયું હોય ત્યાં જઈને નાવેદ હુસેને જોતા તેના કાકા સાબીર હુસેન ઉર્ફે બેન્જર હુસેન શેખ લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર પડ્યા હતા. તેઓના શરીરે બંને હાથના ભાગે તેમજ પીઠના ભાગે ઇજા થઈ હોય ત્યાં એકઠી થયેલી ભીડ સાથે મળીને તેઓને રીક્ષામાં બેસાડી વી.એસ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા. જે વખતે રસ્તામાં સાબીર હુસૈન રૂપે બેન્જરે ભત્રીજા નાવેદને જણાવ્યું હતું કે ખાનપુર ભીમ દરવાજા પાસે રહેતા શાહનવાઝ ઉર્ફે સાનુબાપુને પોતે આજથી પાંચ વર્ષ પહેલા લગ્નમાં મટન લાવવા માટે 20,000 ઉછીના આપ્યા હતા. જે રૂપિયા પાછા લેવા તેઓ ઉઘરાણી કરતો હોય અને તે આપતો ન હતો. જેથી શાહનવાઝ ઉર્ફે શાનુંબાપુને ફોન કરીને ઉસમાની મંઝિલ આગળ પૈસા લેવા માટે બોલાવ્યો હતો.

  1. Surat Murder: પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં જ ઠંડા કલેજે કરી હત્યા, કારણ જાણીને તમે ચોંકી જશો
  2. Drugs Crime in Surat : રાજસ્થાનથી સુરત અફીણ મંગાવતા હતાં પિતાપુત્ર, 1014 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત
  3. Ahmedabad Crime News: દારુબંધીવાળા ગુજરાતમાં પોલીસે ઝડપ્યું દારુનું આખું ગોડાઉન, વાનમાં થતી હતી દારુની હેરાફેરી
Last Updated : Sep 21, 2023, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details