આ બાબતે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મણિનગરમાં ફરજ બજાવતા PSI અને અન્ય પોલીસ કર્મચારીઓ વગર નોટિસ અને વોરંટ વગર રેડ પાડવામાં આવી હતી. જ્યારે કાયદાની બહાર જઈને લોકોને હેરાન કર્યા છે. જે બાબતની ફરિયાદ સીધી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આવી હતી. જેને લઈને તાત્કાલિક તપાસ કરાવી PSI સહિત કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહપ્રધાનની સૂચના રાજ્યના પોલીસ વડા અને પોલીસ વડાની સૂચનાથી ઇન્ચાર્જ DCP અક્ષયરાજ મકવાણાએ PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.
- શુ હતી ઘટના.