ગુજરાત

gujarat

ETV Bharat / state

રેડ અંગે ઉપરી અધિકારીને અંધારામાં રાખવાનું ભારે પડ્યું, PSI અને બે કોન્સટેબલ સસ્પેન્ડ - police officer suspend

અમદાવાદ: સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ વિભાગમાં ફરજ બજાવતાં એક PSI અને તેમના બે કૉન્સ્ટેબલને SOGના ડી.સી.પીએ સસ્પેન્ડ કર્યા છે. આ ત્રણેય સામે ઉપરી અધિકારીઓને જાણ કર્યા વગર રેડ પાડવા જવાનો આરોપ છે.

રેઈડ અંગે ઉપરી અધિકારીને અંધારામાં રાખવાનું ભારે પડ્યુ, PSI અને બે કોન્સટેબલ સસ્પેન્ડ

By

Published : Sep 25, 2019, 5:44 AM IST

Updated : Sep 25, 2019, 7:34 AM IST

આ ત્રણ પોલોસકર્મીઓ રખિયાલમાં અનાજના વેપારીને ત્યાં નાર્કોટીક્સ અંગેની બાતમીના આધારે રેડ પાડવા ગયા હતા. સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કર્યા વગર અને સર્ચ વૉરંટ વગર રેડ કરવા ગયા હોવાથી તમામને સસ્પેન્ડ કરાયા હોવાનું સામે આવ્યું છે.

SOG બ્રાન્ચમાં ફરજ બજાવતાં પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને બે કૉન્સ્ટેબલ ભરતભાઇ અને યોગેશભાઈ 19 સપ્ટેમ્બરના રોજ રખિયાલમાં એક સરકારી અનાજની દુકાનમાં ગયા હતા, રેડના નામે તેમણે દુકાનમાં અનાજ ક્યાંથી લાવ્યા તે બાબતે પૂછતાં વેપારીએ બિલો રજૂ કર્યા હતા. નિયમ મુજબ SOGએ નાર્કોટીક્સને લગતી કામગીરી કરવાની હોય છે. તેમજ રેડ પાડતા પહેલાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી અને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવાની હોય છે. આ નિયમો નહીં પાળી PSI ભટ્ટે ખોટી રીથે છાપો માર્યો હોવાથી તેમને અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં છે.

Last Updated : Sep 25, 2019, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details