સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં હાલમાં રાજ્યની તમામ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે, પરંતુ તેમ છતાં રાજ્યમાં અનેક શાળાઓ દ્વારા ફી ની કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે. શહેરનાં અનેક વિસ્તારોમાં તેમજ રાજ્યનાં કેટલાંક શહેરોમાં પણ રાજ્યભરમાં 3 મહીનાની ફી માફ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
નિકોલમાં ફી માફી અંગે વિરોધ તે દરમિયાન અમદાવાદનાં નિકોલમાં વાલીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતાં. જેમાં નિકોલથી સાયકલ દ્વારા વાલીઓ શાળાઓમાં જઇને આવેદનપત્ર આપવા માટે પહોંચવાના હતાં. તે માટે નિકોલમાં આવેલી સ્કૂલમાં ગુજરાત વાલી એકતા મંડળનાં સભ્યો એકઠા થયાં હતાં, પરંતુ વાલીઓ તેનો વિરોધ કરે તે પહેલાં જ તેઓની પોલીસે અટકાયત કરી હતી. જેમાં પોલીસે NSUIનાં નેતા નિખિલ સવાણી સહિત 50થી વધુ વાલીઓની અટકાયત કરી હતી. નિકોલમાં ફી માફી અંગે વિરોધ, 50થી વધુ કાર્યકરોની પોલીસે કરી અટકાયત મહત્વનું છે કે નિકોલ પાસે આવેલી સ્કૂલમાં ગુજરાત વાલી એકતા મંડળનાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા. જેને પગલે સ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. જો કે વિરોધ કરી રહેલાં વાલીઓની પોલીસે અટકાયત પણ કરી હતી. નિકોલ પોલીસે વાલી મંડળનાં અધ્યક્ષ જયેશ પટેલ અને NSUIનાં નેતા નિખિલ સવાણી સહિત 50થી વધુ વાલીઓની અટકાયત કરી હતી. નિકોલમાં ફી માફી અંગે વિરોધ, 50થી વધુ કાર્યકરોની પોલીસે કરી અટકાયત ગુજરાત વાલી એકતા મંડળનાં આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે, “હાલમાં શાળાઓ બંધ છે. સંચાલકોને ખર્ચ નથી થઈ રહ્યો, ત્યારે તેનો લાભ શાળા સંચાલકોએ વાલીઓને આપવો જોઈએ. શાળાઓ વાલીઓને હિતમાં રાખીને યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે. નિકોલમાં ફી માફી અંગે વિરોધ જો સંચાલકો ફી ઉઘરાવશે તો વાલીઓનાં રોષનો સામનો કરવો પડશે. સરકારે ફી માટે શાળાઓને દબાણ ન કરવા કહ્યું છે, પરંતુ નક્કર નિર્ણય જાહેર કર્યો નથી. જેને લીધે કોરોના સંકટ સાથે સાથે વાલીઓએ શાળા સંચાલકો તરફથી પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.”