ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ABVP દ્વારા અનોખો વિરોધ, કુલપતિનું પૂતળું બનાવી મગજનું ઓપરેશન કર્યુ - latest news of gujarat uni

પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લા એક અઠવાડિયાથી ABVP જુદી-જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે આજે બુધવારે ABVPના કાર્યકરોએ હિમાંશુ પંડ્યાના ચહેરાવાળુ પૂતળું લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના મગજનું ઓપરેશન કરવાનું નાટક કરી તંત્રની ભ્રષ્ટ માનસિકતાનો વિરોધ કરાયો હતો.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Jul 8, 2020, 5:45 PM IST

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVP દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રવેશ પ્રક્રિયામાં ગરબડ મામલે છેલ્લા એક અઠવાડિયાથી સતત ABVP જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે આજે બુધવારે ABVP દ્વારા કુલપતિ હિમાંશુ પંડ્યાના ચહેરાના ફોટાવાળું પૂતળા લાવવામાં આવ્યું હતું. પૂતળાના મગજનું ઓપરેશન કરતું નાટક ભજવવામાં આવ્યું હતું.

નાટક દરમિયાન ABVPએ વિવાદાસ્પદ નાટક ભજવવામાં આવતા પોલીસ દ્વારા આખરે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરાઇ હતી. ગુજરાત યુનિવર્સીટીમાં આવેલી VC ચેમ્બરની નીચે વિરોધ પ્રદર્શનમાં આ નાટક ભજવાયું હતું. ABVPએ હવે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો માગના સ્વીકારે તો ભૂખ હડતાલની પણ ચિમકી ઉચ્ચારી છે.

અમદાવાદમાં ABVP દ્વારા અનોખો વિરોધ, કુલપતિનું પૂતળું બનાવી મગજનું ઓપરેશન કર્યુ
ABVP દ્વારા અગાઉ વિરોધના ભાગરૂપે રજિસ્ટ્રારને બંગડી આપવી, કુલપતિની ચેમ્બરની બહાર બંગડી લટકાવી અને શાકભાજીની લારી લઈને કેમ્પસમાં આવું જેવા અનેક કાર્યક્રમો ABVP દ્વારા કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કોર્સની પ્રવેશ પ્રક્રિયામાં જે સભ્યોની નિમણૂક કરાઇ છે, તેમને બદલવાની ABVPની માંગ કરી રહ્યું છે.

ગત વર્ષે યુનિવર્સિટી દ્વારા સરકારી બેઠકો પહેલા ખાનગી કોલેજોની બેઠકો ભરવામાં આવી હતી. જેનો વિરોધ કર્યો હતો અને હવે આ વર્ષે ABVP દ્વારા પ્રવેશ કમિટીના સભ્યો બદલવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details